________________
૫૦૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પ્રણિધાન આશયમાં જે અવિચલિત સ્વભાવ ઉત્પન્ન થયો હોય છે એ ઉપાયની ને એની પ્રવૃત્તિની... વિધિની જિજ્ઞાસા જગાડે જ છે. આ જિજ્ઞાસાને સંતોષવાનો યત્નાતિશય પણ એ પ્રણિધાન ને આ જિજ્ઞાસા જ કરાવે છે. એના પ્રભાવે ઉપાયનો ને વિધિનો અસંદિગ્ધ નિર્ણય થાય છે. ક્યારેક સ્વયં ન થાય, તો યોગ્ય વ્યક્તિના સલાહસૂચન લેવાની પ્રેરણા પણ પ્રણિધાનાદિ જ કરે છે જે આ નિર્ણય સુધી પહોંચાડે છે.
છતાં, ક્યારેક બાહ્ય ઉપાયાદિનું જ્ઞાન ન થાય તો પણ અવિચલિત સ્વભાવના કારણે કશો વાંધો આવતો નથી ને અભ્રાન્ત પ્રવૃત્તિ થયા કરે છે.
(૨) ઔસુક્યવિરહિત જે ક્રિયા-પ્રવૃત્તિ કરતાં હોઈએ, તે શીઘ પૂર્ણ થઈ જાય. આવી ઇચ્છા એ સુક્ય હોય છે.
પ્રતિક્રમણ ક્યારે પુરું થશે? જલદી પૂર્ણ થાય તો સારું... આ ગ્રન્થ શરૂ કર્યાને ઘણો સમય થયો.. શીધ્ર સમાપ્ત થાય તો સારું... આવી બધી ઇચ્છા ક્રિયાને જલદી પૂર્ણ કરવાની ગણતરીથી વેઠ ઊતરાવે છે, ને તેથી એમાં યત્નાતિશય આવી શકે નહીં.
આમાં આદિ શબ્દથી ક્રિયાનું ફળ ક્યારે મળશે? આવું અકાળ ઔસુક્ય પણ દોષ રૂપ જાણવું. બીજ વાવ્યા પછી અંકુરો ફૂટ્યો કે નહીં એ જોવા બીજ ઉખેડે.. વળી બીજે વાવે.. પુનઃ ઉખેડે.. પછી અન્યત્ર વાવે. આવું કર્યા કરનારો ક્યારેય અંકુર પામતો નથી.
દૂધમાં મેળવણ નાખ્યા પછી દૂધ મળી રહ્યું છે કે નહીં એ માટે વારંવાર જોયા કરનારો દહીં પામી શકતો નથી...
એમ ક્રિયાકાળે સિદ્ધિનો વિચાર કર્યા કરનાર સિદ્ધિથી વંચિત રહે છે. આ સીડી મને ઉપર ગત્તવ્ય સ્થાને લઈ જશે કે નહીં ? એનો નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org