________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૪
૫૦૫
સંપાત્ કાર્યસિદ્ધિ : Firm determination is half done. આ બધા પ્રણિધાનની મહત્તા દર્શાવનારાં સોનેરી સૂત્રો છે. હવે બીજો પ્રવૃત્તિ આશય વિચારીએ :
પ્રવૃત્તિ આશય :
અહિંસા વગેરે અધિકૃત ધર્મસ્થાનના ઉદ્દેશપૂર્વક તેને સાધી આપે એવા ઉપાય અંગેનો ઇતિકર્તવ્યતાથી શુદ્ધ અને શીઘ્ર ક્રિયા સમાપ્તિની ઇચ્છા વગેરે ઔત્સુક્ય વિનાનો પ્રયત્નાતિશય એ પ્રવૃત્તિ છે. આ ટૂંકમાં વ્યાખ્યા જાણવી. હવે એને વિશદ રીતે સમજીએ.
અહિંસા-સત્ય-ક્ષમા... વગે૨ે આત્મગુણ, આત્મસંસ્કાર (=ક્ષયોપશમ)રૂપ જે ધર્મસ્થાનને સાધવું ચાહ્યું હોય તે અધિકૃત ધર્મસ્થાન. ‘કોઈ પણ ભોગે અહિંસાગુણ સિદ્ધ કરવો છે.' આવા દૃઢસંકલ્પરૂપ પ્રણિધાન કર્યું એટલા માત્રથી ગુણ સિદ્ધ થઈ જતો નથી..
સિન્તિ હિ કાર્યાણિ ઉદ્યમેન, ન તુ મનોરથેન... કાર્યો ઉદ્યમથી સિદ્ધ થાય છે, નહીં કે માત્ર મનોરથથી. આ ઉદ્યમ એટલે જ પ્રયત્ન... પ્રવૃત્તિ. આ પ્રયન ઇતિકર્તવ્યતા શુદ્ધ જોઈએ, ઔત્સક્યરહિત જોઈએ, તથા અતિશયિત જોઈએ.
(૧) ઇતિકર્તવ્યતા શુદ્ધ : અહિંસા વગેરે અધિકૃતધર્મસ્થાનને સિદ્ધ કરવા માટે જ્યારે જે ઉપાય અજમાવવો આવશ્યક હોય ને તેથી એ ઉપાય અજમાવાઈ રહ્યો હોય (તે ઉપાયમાં પ્રવૃત્તિ થઈ રહી હોય) ત્યારે, ‘અત્યારે મારે આ ઉપાય અંગે જ પ્રયત્ન કર્તવ્ય છે.' આવાં અસંદિગ્ધ નિર્ણયપૂર્વક જો પ્રયત્ન થાય તો સિદ્ધિ સિદ્ધ થાય છે. જ્યાં સુધી અનેક ઉપાયો વચ્ચે મન ઝોલાં ખાતું હોય ત્યાં સુધી કોઈ પણ ઉપાયને પૂરી તાકાતથી અજમાવવાનું થઈ શકતું નથી. માટે ઉક્ત અસન્દુિગ્ધ નિર્ણય આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org