________________
૫૦૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ક્યારેક પ્રમાદાદિવશાત્ પ્રણિધાનથી વિપરીત પ્રવૃત્તિ થાય તો પણ એટલા માત્રથી પ્રણિધાન ચાલ્યું જ જાય એવું નથી. જેમ ક્ષમાના સાધકે ક્રોધને ત્રણ રીતે નિષ્ફળ કરવાનો હોય છે : (૧) ઉદયનિરોધ : ક્રોધનો ઉદય જ ન થવા દેવો. (૨) ઉદય વિફલીકરણ : અપમાન વગેરે થવા પર મનમાં ઘણો ધમધમાટ આવી જાય એ ક્રોધનો ઉદય છે. છતાં એને ક્રોધપાયેલા શબ્દો-ચેષ્ટા વગેરે દ્વારા સફળ ન કરવો.... (૩) ઉદયાનંતર પશ્ચાત્તાપ - શુદ્ધીકરણ : મનમાં ક્રોધ આવ્યો, કડક શબ્દો બોલી નાખ્યા, થપ્પડ મારી દીધી.. વગેરે રૂપે એને વ્યક્ત પણ કરી નાખ્યો. છતાં પાછળથી એવો જ તીવ્ર પશ્ચાત્તાપ - પ્રાયશ્ચિત્ત ક્ય.... તો એ પણ ક્રોધને નિષ્ફળ કરવા રૂપ છે. કારણ કે ક્ષમાની પ્રગતિમાં એ પ્રતિબન્ધ કરી શકતો નથી.
- આ જ રીતે પ્રણિધાન અંગે જાણવું. - રાત્રે કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. સાંજે હોલની ૧૫૨૦ ખુલ્લી બારીઓની જયણા કરવાની છે. (૧) ૧૫-૨૦ બારીઓ બધી
ક્યાં પૂંજવી - પ્રમાર્જવી ? આવો વિચાર જ ન આવે એ પ્રમાદનો અનુદાય. (૨) આવો વિચાર આવવા છતાં એને દબાવી દઈને – મન મારીને પણ બધી બારીઓ વ્યવસ્થિત પૂંજીએ – પ્રમાર્જીએ - તો ઉદયમાં આવેલા પ્રમાદને નિષ્ફળ કર્યો કહેવાય. (૩) થોડી પૂંજી - થોડી ન પૂંજી. એ રીતે પ્રમાદનું સેવન કરવા છતાં, પાછળથી એનો પશ્ચાત્તાપ - પ્રાયશ્ચિત્ત કરીએ તો પણ પ્રમાદને નિષ્ફળ કર્યો કહેવાય, અને અહિંસાનું પ્રણિધાન ઊભું રહી શકે....
પણ વારંવાર જો પ્રણિધાનથી વિપરીત પ્રવૃત્તિ કર્યા કરવામાં આવે તો પાછળનો પશ્ચાત્તાપ કુંભારના મિચ્છામિ દુક્કડ જેવો થવાની સંભાવના હોવાથી પ્રણિધાન પણ ઘસાવા માંડે એ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org