________________
બત્રીશી-૧૦, લેખાંક-પ૯
પપ૯ અવસ્થાઓ ઉપલક્ષણભૂત જાણવી, લક્ષણભૂત નહીં. અને તેથી, “ શ્રીમંત છું આવી પ્રતીતિ આજ સુધી ભલે આનંદદાયક હતી કે “હું ગરીબ છું” આવી પ્રતીતિ ભલે આઘાતજનક હતી. કારણ કે શ્રીમંતાઈ વગેરે કામચલાઉ અવસ્થારૂપ હોવાથી ઉપલક્ષણ છે – એવી પ્રતીતિ નહોતી), પણ હવે તો એ ઉપલક્ષણ તરીકે પ્રતીત થઈ ગઈ હોવાથી આનંદ કે આઘાત કશી જ અસર કરી શકે નહીં.
શ્રીમંતાઈ ખસીને કદાચ દરિદ્રતા આવી જાય તો જીવે દીનતા અનુભવવાની કોઈ જરૂર નથી કે શ્રીમંતાઈમાંથી વધુ શ્રીમંતાઈ આવે તો જીવે ગૌરવ માનવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે આ બધો ઉપલક્ષણમાં ફેરફાર છે. સંસારમાં કર્મવશાત્ જે કાંઈ ફેરફાર થાય છે, એ બધો જ ઉપલક્ષણમાં ફેરફાર હોય છે. જ્ઞાન વગેરે ગુણો વધતા જાય એ પણ ક્ષાયોપથમિક ગુણોમાં જ ફેરફાર છે - અર્થાત્ ઉપલક્ષણ જ બદલાયા કરે છે. એટલે કદાચ સારું – વધારે સારું – એનાથી પણ ઘણું વધારે સારું ઉપલક્ષણ મળે (જ્ઞાનાદિ ખૂબ વધે.) તો પણ તેનો અહંકાર શું કરવાનો? દુનિયામાં જે જે બાબતો અહંકારનું કારણ બને છે એ બધી જ ઉપલક્ષણભૂત હોય છે, કોઈ જ લક્ષણભૂત હોતી નથી. (લક્ષણભૂત કેવલજ્ઞાન વગેરે તો બધાને સમાન હોવાથી એનો અહંકાર શું?) એટલે વિચક્ષણ પુરુષને એમાં કશું અહંકાર કરવા જેવું ભાસતું નથી. જ્યાં સુધી ક્ષાયિક ક્ષમા વગેરે ગુણો પ્રાપ્ત થયા નથી, ત્યાં સુધીના ક્ષાયોપથમિક બધા જ ક્ષમાદિ ગુણો ગમે એટલા વધે તો પણ પરિવર્તનશીલ હોવાથી (વર્ધમાન કે હીયમાન હોવાથી) ઉપલક્ષણભૂત જ છે, ને તેથી ડાહ્યો માણસ એનો અહંકાર કરે નહીં.
એ જ રીતે દુનિયામાં જયારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની જે નિન્દા પ્રશંસા કરે છે તે બધી ઉપલક્ષણને અંગે જ હોય છે. લક્ષણને આગળ કરીને નિંદા – પ્રશંસા કરવાનો સામાન્યથી પ્રસંગ હોતો નથી. એટલે તત્ત્વવિદ્ વ્યક્તિને નિન્દા કે પ્રશંસા કશી અસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org