________________
પ૬૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ કરતી નથી, એ નિન્દા કે સ્તુતિ બધાને સમ ગણી શકે છે, ને એનાથી નિર્લેપ રહી શકે છે.
આ અને આવી અન્ય વિચારધારાઓ દ્વારા અહંકાર પર જો વિજય મેળવાય તો કૃપા વગેરે સહજ શક્ય બની જાય છે. હીનગુણીને જોઈને, અહંકારે કરાવેલી “હું ઊંચો ને તું નીચો...” આવી લાગણી હિનગુણીનો તિરસ્કાર કરાવે છે, કરુણાને વિદાય કરે છે. સમાનગુણવાળો જીવ આગળ ન વધી જાય ને ઉપરથી પાછળ પડી જાય.. એવું અહંકાર ઇચ્છે છે. કારણ કે તો જ પોતાનું (અહંકારનું) પોષણ થઈ શકે. ને એટલે અહંકાર ઉપકારનો પ્રતિબન્ધ કરે છે. અધિકગુણીના વિનય વગેરેનો તો અહંકાર સાક્ષાત્ પ્રતિપક્ષભૂત છે જ. આમ અહંકાર કૃપા વગેરે ત્રણેનો પ્રતિબન્ધક છે ને તેથી પ્રગતિનો પ્રતિબન્ધક છે. અહંકાર પર વિજય મેળવવાથી કૃપા વગેરે પ્રગટે છે ને તેથી સિદ્ધિ થાય છે.
બાહ્ય બધાં લક્ષણો હોવા છતાં જો ઉદેશ હીનતા-વિધિહીનતા વગેરે હોય તો સિદ્ધિ તાત્ત્વિક નથી હોતી. પણ આભાસિકી હોય છે, જે સ્વકાર્યકરણમાં અસમર્થ હોય છે.
આવારકકર્મનો ક્ષયોપશમ થયો હોય તો ધર્મ પરિણામકૃત હોય છે. છતાં જો એ અભ્યાસ દ્વારા શુદ્ધ ન હોય તો ક્ષયોપશમ દઢ થયો ન હોવાના કારણે, પરિસ્થિતિમાં થોડો પણ ફેરફાર એને આવરી શકે છે. માટે એ તાત્ત્વિક નથી. જ્યારે અભ્યાસશુદ્ધ ધર્મ, અભ્યાસશુદ્ધિથી થયેલી ક્ષયોપશમની દઢતાના કારણે વિષમ સ્થિતિમાં પણ આવરાતો ન હોવાથી તાત્ત્વિક હોય છે.
આમાં અભ્યાસથી શુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ શુદ્ધિ દ્વારા પછીનો અભ્યાસ પણ શુદ્ધ થાય છે. આ શુદ્ધ અભ્યાસથી વળી વધારે શુદ્ધિ થાય છે. આમ ઉત્તરોત્તર જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org