________________
૫૨૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ (૪) ભાવ : વસ્તુ કે વ્યક્તિના જેવા ગુણો ન ફાવતા હોવાથી આરાધના પડતી મૂકાય એવા જ ગુણોના પનારે પડવા છતાં ધંધા વગેરેના કામ પડતા મૂકાતા નથી. તેથી એવા ભાવ આરાધના માટે વિધ્વરૂપ, ધંધા વગેરે માટે વિધ્વરૂપ નહીં.
ટ્રસ્ટી બહુ મિજાજી છે. જેમ ફાવે તેમ બોલે છે. મારું ઇન્સલ્ટ કરી નાખ્યું. હવે હું દેરાસર - ઉપાશ્રયે જાઉં જ નહીં ને.. આવું બોલનારાઓ વેપારીઓની, ઘરાકોની, અધિકારીઓની તોછડી વર્તણૂંકને લેટ-ગો કરી શકે છે. એ તો ઉપરથી કહેશે કે – ઘરાકની ગાળ ઘીની નાળ. આ વિધ્વજય છે. માટે વિચિત્ર સ્વભાવ વિઘ્ન' રૂપ રહેતો નથી.
શેરબજારના ગમે એટલા શોરબકોરની વચમાંથી પોતે સાંભળવું હોય તે જ શેરદલાલ સાંભળે છે. ને વ્યાખ્યાનમાં આજુબાજુ થોડો અવાજ થાય તો કશું સંભળાતું નથી.
થોડો ખર્ચો કશામાં થઈ ગયો હોય ને સુકૃતનો અવસર આવે ત્યારે “આ વખતે બહુ ખર્ચાઈ ગયું છે. હવે શાન્તિ રાખો.” આમ કહેનારા પોતાના વ્યવહારમાં પાછો બરાબર ખર્ચ કરે. ને કોઈ પૂછે તો કહે કે – વ્યવહાર તો કરવો જ જોઈએ ને !. આ વ્યવહાર અંગેનો વિધ્વજય છે. “અવસર છે ને દ્રવ્ય છે.. તો દાન તો દેવું જ જોઈએ ને! આવી મનોવૃત્તિ ઘડાય એ દાન અંગેનો વિનજય આશય જાણવો. ભણવા વગેરે માટે અંગ્રેજી ભાષા પણ શીખવા તૈયાર.. બધું ગુજરાતીમાં ભાષાંતર કરી દ્યો.. એવી દલીલ નહીં કરવાની... ને સૂત્રો માટે? પ્રાકૃત સંસ્કૃતનું કશું સમજાતું નથી. બધાં સૂત્રો ગુજરાતીમાં રચી દેવા જોઈએ. આવી દલીલ
* ભણાવનારા કડક સ્વભાવવાળા છે, હું એમની પાસે નહીં ભણું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org