________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
આશય એ છે કે પોતાને જેટલા પ્રમાણમાં અહિંસા ક્ષમા વગેરે સિદ્ધ થયા છે, એના કરતાં અલ્પપ્રમાણમાં એની સિદ્ધિવાળા જીવો એ હીનગુણી જીવો તથા જેઓને હજુ અલ્પ પણ અહિંસાદિ ગુણ સિદ્ધ થયો નથી એ નિર્ગુણ જીવો. આ બન્ને પ્રકારના જીવો હંમેશા માટે હીન હોય છે. એટલે એમને હંમેશા સહાયની આવશ્યકતા હોય છે. જ્યારે લગભગ સ્વસમાન કક્ષાના ગુણોવાળા જીવો મધ્યમ જીવો છે. સામાન્યથી તેઓ અહિંસા વગેરે વિવક્ષિત ગુણ જાળવતા હોય જ છે. પણ ક્યારેક અમુક વિશેષ પ્રકારની પરિસ્થિતિમાં અહિંસાદિને જાળવવા માટે તેઓને પણ પ્રેરણા વગેરે રૂપ કંઈક સહાયની આવશ્યકતા હોય છે. નિત્ય સહાયકતા એ કૃપા-કરુણા છે... જ્યારે આવી ક્વચિત્ સહાયકતા એ ઉપકાર છે. એમ વિવક્ષિત અહિંસાદિની સાધનામાં પોતાનાથી જેઓ અધિક હોય તેવા ગુરુ વગેરે ગુણાધિક છે. આવા ગુણાધિક જીવો પ્રત્યે વિનય વૈયાવચ્ચબહુમાન જ સિદ્ધિ પામેલા જીવોને જાગે છે.
૫૫૦
શંકા - વિવક્ષિત અહિંસા-ક્ષમાદિ ગુણ ક્ષાયિકકક્ષાનો પ્રકૃષ્ટકક્ષાનો (૧૦૦%) પ્રાપ્ત થાય ત્યારે જ સિદ્ધિ કહેવાય અને તેથી એ ગુણ અંગે તો કોઈ પોતાનાથી ગુણાધિક હોય એ સંભવતું જ નથી. માટે અહીં ગુણાધિક તરીકે અહિંસા-ક્ષમાદિથી ભિન્ન અન્યગુણોમાં જે પોતાનાથી અધિક હોય કે ઉપકારની દૃષ્ટિએ અધિક હોય તે લેવાના છે.
સમાધાન - આવી બધી શંકા નિરર્થક છે. કારણ કે જ્યારે વિશેષ કશો ઉલ્લેખ ન હોય ત્યારે, ‘ગુણાધિક’ કે ‘ગુણહીન' શબ્દો વિવક્ષિત ગુણ અંગે જે અધિક કે હીન હોય એને જ જણાવી શકે, અન્ય ગુણની અપેક્ષાએ અધિક હોય કે હીન હોય એને નહીં. વળી મૂળમાં ‘૧૦૦% ગુણ કેળવાય ત્યારે જ સિદ્ધિ કહેવાય’ એ કલ્પના જ ગલત છે. તે પણ એટલા માટે · કે સિદ્ધિ આશયમાં જ જો પ્રકૃષ્ટગુણ પ્રાપ્ત થઈ ગયો હોય તો વિનિયોગ – તથા પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ સુધીની સાનુબન્ધતા - વગેરે જે વાતો ગ્રન્થમાં કરેલી છે તે નકામી થઈ જાય. આશય એ છે કે સિદ્ધિ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org