________________
૪૮૩
બત્રીશી-૧૦, લેખાંક-પર
“અભયશેખર વિજય.. એ તો દીક્ષા વખતે ગુરુદેવે આપેલું નામ છે. એ પૂર્વે હું સ્વયં ક્યાં મારી જાતને “અભયશેખર વિજય' તરીકે ઓળખતો હતો? ના, હું એ અભયશેખર વિજય નથી....... અને મૂળમાં હું જ જો અભયશેખર વિજય નથી... તો “અભયશેખર વિજય' એ નામની આસપાસ જેટલાં દશ્યો ઊભા થયાં છે એમાંનું “હું કશું નથી.
આપણે જે કાંઈ સર્કલ છે એ ક્યાં તો શરીરને સંલગ્ન છે ને ક્યાં તો નામને. હવે, મૂળમાં આ શરીર અને નામ. “એ આ બેમાંથી એકેય નથી એવું જો આત્મસાત્ થઈ ગયું.. તો આ બંનેની આસપાસ ગુંથાયેલું આપણું આખું જગત ખરી પડવાનું... બ્રાન્તિ ને મિથ્યા બની જવાનું... આને જ અન્ય દર્શનકારોએ “બ્રહ્મ સત્ય જગન્નિધ્યા શબ્દોથી જણાવ્યું છે... “હું તરીકે બ્રહ્મ = શુદ્ધ આત્મા એ જ સત્ય છે. એ સિવાયના. ગોરો. કાળો. હું અભયશેખર... આ બધું મારી સંવેદનાનું જગત્ મિથ્યા છે – બ્રાન્ત છે. એ વાસ્તવિક “હું નથી. '
નેતિ નેતિ દ્વારા બધા “હું - “હું સાથેનું તાદામ્ય તોડવું ને એ રીતે એનું મમત્વ છોડતા આવવું. ઉપરથી એ બધા સ્વરૂપોને (પછી ચાહે એ ગરીબાઈ હોય કે ચાહે શ્રીમંતાઈ હોય. એ બધાને) ઉપાધિરૂપ માની એનાથી છૂટકારાની લગન પેદા કરવી એ નિર્વેદ છે. અને પછી આત્મસ્વરૂપ સંવેદાય ત્યારે – “ઓહ મારું આ અદ્ભુત જ્ઞાનમય - આનંદમય સ્વરૂપ છે !” એમ એની પ્રીતિ – તીવ્ર અભિલાષા પેદા કરવી એ સંવેગ છે. એટલે ટૂંકમાં નેતિ નેતિ એ નિર્વેદનું બીજ છે. ને સોડહં સોડહં. એ સવેગનું બીજ છે.
આત્મસ્વરૂપની સંવેદના કેળવવા બીજી રીતે પણ પ્રયાસ કરી શકાય... કશુંક નુકશાન થઈ જાય. કોઈક અપમાન કરી જાય.... શરીરમાં કંઈક રોગજન્ય પીડા વગેરે આવે. ને એ વખતે સ્થિરતા ન રહેવાથી કદાચ વ્યાકુળતા પણ આવી જાય. છતાં પાછળથી સ્વસ્થતા આવવા પર જાતને સમજાવવું જોઈએ કે “જીવડા! આ વસ્તુ તારી ક્યાં હતી જ? આ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org