________________
४८४
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આ નુકશાન પામેલી કે ન પામેલી... કોઈ પણ વસ્તુની માલિકી એ તારું સ્વરૂપ નથી.. તું એ માલિક નથી.. તો આ મૂંઝવણ શા માટે ? માન કે અપમાન આત્માનું (= તારું) હોઈ જ ન શકે. એ તો બધું ઉપાધિઓનું જ હોય... તું શા માટે એ અપમાનકર્તા પર દ્વેષ ધરે છે? હવે બીજી વાર ધ્યાન રાખજે.' એમ અનુકૂળતા યશ વગેરે મળવા પર કદાચ એ વખતે ભલે હરખાઈ ઊઠ્યા... પણ પછી તો જાતને સાવધ કરવી જ જોઈએ... આ સંપત્તિ આવી ને તેથી અનુકૂળતાઓ – સામગ્રીઓ ઊભી થઈ. પણ આ કશું મારું સ્વરૂપ નથી. મારે કાંઈ હરખપદુડા થઈ જવાની જરૂર નથી.. દિવસ દરમ્યાન જે-જે નિમિત્તે રતિ-અરતિમાં ખેંચાઈ ગયા હોઈએ એ એ નિમિત્ત અંગે ભિતરી ઊંડાણમાંથી આવું ચિંતન કરતા રહેવું એ પણ આત્મસ્વરૂપની ઝાંખીનો સારો ઉપાય ઠરી શકે છે.
આવી બધી વિચારધારાઓને ખંતપૂર્વક પ્રતીતિમાં ઉતારવાનો પ્રયાસ ચાલુ રખાય તો એક દિવસ એવો આવશે કે અંદરથી જ (અનકોશ્યસ માઈન્ડમાંથી જ.. આત્માના ભીતરી સ્તરમાંથી જ... બહાર વિચારો કર્યા વગર જ) એક સંવેદનાનો સૂર સાંભળવા મળશે. સુખ કે દુ:ખ, સદ્ગતિ કે દુર્ગતિ, વિદ્વત્તા કે મૂર્ખતા, માન કે અપમાન, શ્રીમંતાઈ કે દરિદ્રતા, રોગિષ્ઠતા કે નિરોગિતા, સુરૂપતા કે કદરૂપતા, માલિકપણું કે દાસપણું, યશ કે અપયશ.. આ બધા દ્વન્દોથી પર.... અને હું એટલે ફલાણો... ને હું એટલે ઢીંકણી... આવી બધી “હુંની સંવેદનાઓથી પર... મારું એક નોખું ને સાવ અનોખું જ સ્વરૂપ છે. ક્યારેક તત્ત્વચિંતન કરતી વખતે ક્યારેક વિષમ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે... અંદરથી એકદમ સહજ આવો અવાજ ઊઠે કે “આ બધું ઉપાધિરૂપ છે. મારે કશું લાગતું વળગતું નથી.” વગેરે...આવી બધી “હુની સંવેદનાઓ એ યોગદષ્ટિ છે.
નિષેધ મુખે થયેલી આત્મસ્વરૂપની આ ઝાંખી ઉત્તરોત્તર સઘન બનતા ઉપર ઉપરની યોગદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. એ જ વધુ સઘન બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org