________________
બત્રીશી-૧૦, લેખાંક-પર
૪૮૫ ત્યારે વિધેય મુખે આત્મસ્વરૂપની ઝાંખી થાય છે. એટલે જ એ દૃષ્ટિમાં વેદ્યસંવેદ્ય પદ કહ્યું છે. વેદ્ય = દવા યોગ્ય આત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ. એ જેમાં સંવેદ્ય બને = સંવેદનાનો વિષય બને તે પદ વેદ્યસંવેદ્યપદ. એ જ રીતે સ્ત્રી વગેરે હેય તત્ત્વો હેયત્વેન સંવેદાય અને દાનાદિ ઉપાદેય તત્ત્વો ઉપાદેયત્વેન સવંદાય એ વેદ્યસંવેદ્યપદ છે. “પાપ એ દુર્ગતિનું કારણ છે ને માટે ત્યાજ્ય છે. એનો બોધ જાણકારીના સ્તર પર પણ હોઈ શકે. સાપનું નામ પડે ને આદમી કેવો લાગે છે..? આ સંવેદનાના સ્તર પર સર્પભય છે. આવી જ સંવેદના પાપ અંગે અનુભવાય, ત્યારે “પાપ ત્યાજ્ય છે” એ સંવેદનાના સ્તર પર બોધ થયો કહેવાય. વેદ્યસંવેદ્યપદમાં પાપની ત્યાજ્યતાનું આવું સંવેદન હોય છે. પાપ, આશ્રવ વગેરે હેય તત્ત્વોની હેયત્વેન જાણકારી એ જ્ઞાન છે. એને ખૂબ ઘૂંટવામાં આવે ત્યારે એની હેયન સંવેદના પણ થવા માંડે છે. પુણ્ય, સંવર વગેરેની ઉપાદેયત્વેન જાણકારી અને સંવેદના અંગે પણ એ પ્રમાણે જાણવું... આમાં જાણકારી એ જ્ઞાન છે ને સંવેદના એ તે તે હેયત્વાદિરૂપે રુચિ સ્વરૂપ છે. તે માટે સમ્યગ્ગદર્શન છે. અને એ આવે એટલે હેવાદિ રૂપે જે જાણકારી છે તે સમ્યગુજ્ઞાન કહેવાય છે. તેથી જ અનેક સ્થળોએ જ્ઞાનને દર્શનનું કારણ કહ્યું છે. અને દર્શન જ્ઞાનને સમ્ય બનાવે છે એમ કહ્યું છે. આમાં એટલી વિશેષતા જાણવી કે સામાન્યથી જાણકારી રુચિનું કારણ છે. અને છતાં, જેટલી જાણકારી હોય એ બધી રુચિ રૂપ બને જ એવો નિયમ નથી. એમ જેટલી રુચિ હોય એટલી જાણકારી હોય જ એવો પણ નિયમ નથી. અને તેમ છતાં, આટલો નિયમ તો જરૂર છે કે સમ્યગુરુચિ, જેટલી જાણકારી હોય એ બધી જ જાણકારીને “સમ્યક્ તો બનાવે જ છે.
આત્મસ્વરૂપની ઝાંખી પહેલી દૃષ્ટિમાં મુખ્યતયા ઉપયોગ મૂકે ત્યારે હોય છે. અન્યત્ર ઉપયોગ હોય ત્યારે કાર્યક્ષમ સંસ્કારરૂપે પણ નથી હોતી. જ્યારે સ્થિરાદિ દૃષ્ટિમાં ગ્રંથિભેદ થયો હોવાથી – સમ્યગ દર્શન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org