________________
૪૮૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ - ઉપયોગ કાળે તો એ સંવેદાતી જ હોય છે, પણ એ સિવાય એ પ્રણિધાનરૂપે = વિશિષ્ટ સંસ્કારરૂપે વિદ્યમાન હોય છે. અલબત્ત, પ્રથમ દૃષ્ટિથી જ સંસ્કાર ઊભા થવાના શરૂ થતા હોય છે. અને આ સંસ્કારનો જ પ્રભાવ હોય છે કે આ દૃષ્ટિ પણ કેટલાયે વર્ષો વગેરે દીર્ઘકાલ સુધી ટકી શકે છે. આશય એ છે કે પ્રથમ દૃષ્ટિ પણ દીર્ધકાળની અવસ્થાનવાળી હોય છે. એટલે અનુપયોગ કાળે આત્મસ્વરૂપની ઝાંખી ઉપયોગરૂપે તો નથી, હવે એ સંસ્કારરૂપે પણ ન હોય, તો દૃષ્ટિ માની જ શી રીતે શકાય? પણ માનવી તો છે. માટે સંસ્કાર માનવા તો પડે જ છે. આ સંસ્કારનો પણ નાશ થાય ત્યારે દષ્ટિનો પણ નાશ થઈ જાય છે એ જાણવું), પણ આ સંસ્કાર એટલા બધા મંદ હોય છે કે પહુસ્મૃતિનું બીજ = કારણ બની શકતા નથી. પણ ઉત્તરોત્તર બીજી ત્રીજી વગેરે દૃષ્ટિમાં પપ્રાયા સ્મૃતિ ને ચોથી દષ્ટિમાં પહુસ્મૃતિ ઉત્પન્ન થઈ શકે છે. પાંચમી દૃષ્ટિથી આત્મસ્વરૂપનો ઉપયોગ વારંવાર આવે છે. અને એ જ્યારે જ્યારે આવે ત્યારે સામાન્યથી અપેક્ષાએ કંઈક દીર્ધકાળ ટકે છે, તેમજ એ ઉપયોગ અત્યન્ત દૃઢ હોવાથી (= પર્યાપ્ત વીર્યવાળો હોવાથી) અત્યન્ત ગાઢ સંસ્કાર ઊભા કરે છે. આના કારણે અનુપયોગ દશામાં પણ વિપરીત પ્રણિધાન આવી શકતું નથી. જેમ, તણખલાના અગ્નિના કણ જેટલો જ પ્રકાશ હોય તો, એ પ્રકાશ તરફ જ ઉપયોગ હોય એ વખતે “અહીં પ્રકાશ છે, અંધકાર નથી” એવું ભલે પ્રતીત થાય, પણ પ્રકાશ તરફ ઉપયોગ ન હોય તો અંધારું સંવેદાઈ શકે છે. પણ ચન્દ્રમાના પ્રકાશ જેવો પર્યાપ્ત પ્રકાશ હોય, તો એ પ્રકાશની અનુપયોગ દશામાં પણ “અહીં અંધકાર છે” એવું સંવદન તો થઈ જ શકતું નથી.
નાટકમાં શિવાજીનું પાત્ર ભજવનાર અભિનેતા પોતાની જાતને શિવાજી તરીકે ઓળખાવે છે. અને શિવાજી તરીકે જ પોતાની વાણી, વ્યવહાર ને વર્તન પ્રવર્તાવે છે. એ વખતે એ પોતે વાસ્તવિક જિંદગીમાં કોણ છે ? એ બધું યાદ પણ કરતો નથી. છતાં, અંદર તો પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org