________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૦
૫૭૫
(=ક્ષયાત્મક) હ્રાસ સ્વરૂપ શુદ્ધિ ન આવવાથી ઉપશામક જીવો વીતરાગતા સુધી પહોંચવા છતાં કેવલજ્ઞાન - મુક્તિ પામતા નથી, પણ લવસત્તમસુર બને છે, માટે શુદ્ધિ પણ આવશ્યક છે. આમ પુષ્ટિ અને શુદ્ધિ બન્ને જરૂરી છે.
પુષ્ટિથી - પુણ્ય વધવાથી - વધારે સારા સંયોગ સામગ્રી મળે છે, જેના કારણે જીવ વધારે પુરુષાર્થ દ્વારા વધારે શુદ્ધિ (રાગાદિમળાસ) કેળવી શકે છે. એ વળી વધારે પુણ્યોપચય કરાવે છે જે વધારે ઊંચી સામગ્રી મેળવી આપે છે... ને એના સહયોગથી જીવ ઓર વધારે શુદ્ધિ કેળવે છે. આમ આગળ વધતાં વધતાં શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. પણ આ પુષ્ટિ અને શુદ્ધિ ઉત્તરોત્તર વધતા જ જાય... વચ્ચે ઘટવા ન માંડે કે નાશ ન પામી જાય... એ માટે એ સાનુબંધ થવા જોઈએ. પ્રણિધાનાદિ આશયથી (મુખ્યતયા પ્રણિધાનાદિ પાંચ આશયોમાંના વિનિયોગ આશયથી) એ સાનુબન્ધ થાય છે.
એમ તો, અભવ્યાદિ પણ નિરતિચાર સંયમપાલન વગેરે દ્વારા પ્રગટ રાગ-દ્વેષનો ખૂબ હ્રાસ કરે છે, અને વિશિષ્ટ પુણ્યોપચય કરે છે, જેના પ્રભાવે ઠેઠ નવમા ત્રૈવેયકમાં જાય છે અને ત્યાં માનસિક પ્રવિચારણાથી પણ મુક્ત રહે છે. પણ પ્રણિધાનાદિ ન હોવાથી આ પ્રગટરાગના હ્રાસરૂપ શુદ્ધિ કે પુષ્ટિ એકેય સાનુબન્ધ ન હોવાના કારણે મુક્તિસુખ સુધી પહોંચાડતા નથી. દંડ કાઢી લીધા પછી પણ સંસ્કારવશાત્ ચક્રભ્રમણ કેટલોક કાળ ચાલુ રહેતું હોવા છતાં એ ક્રમશઃ શિથિલ બનતું જ જાય છે ને છેવટે અટકી જાય છે. અને વિપરીત નિમિત્ત જો મળે તો વહેલું પણ અટકી જાય છે. એમ અભવ્યાદિ જીવે નિરતિચાર સંયમ પાલનાદિ દ્વારા કષાયાદિનો ખૂબ હ્રાસ કર્યો હોવાથી ત્રૈવેયકના ભવમાં તેમજ પછીના બેચાર ભવોમાં પણ કષાયમંદતા વગેરે ચાલી શકે છે. પણ એ ક્રમશઃ ઘટતી જતી હોય છે ને છેવટે નાશ પામે છે. ક્યારેક વિપરીત નિમિત્ત મળે ને એ વખતે કષાયમાં જીવવીર્ય ભળે તો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org