________________
४७४
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આવે ત્યાં સુધી સંયમપાલન વગેરેનું ગમે એટલું દઢ પ્રણિધાન પણ પ્રણિધાન આશયરૂપ બનતું નથી.. ને તેથી એનો ધર્મવ્યાપાર “યોગ” રૂપ બનતો નથી. પણ દ્રવ્યક્રિયા રૂપ જ બને છે.
પાયામાં આ પ્રણિધાન આશયનો અભાવ છે એટલે અભવ્યાદિ જીવો સુક્ય રહિતપણે યાતિશયપૂર્વક નિપુણ ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોવા છતાં (એટલે કે પ્રવૃત્તિ આશયની બધી શરતો પરિપૂર્ણ દેખાતી હોવા છતાં) પ્રવૃત્તિ આશય હોતો નથી. એમ જઘન્ય વગેરે કોઈપણ વિઘ્ન આવે તો પણ અલના ન પામવાની માનસિક ભૂમિકા કેળવી હોવા છતાં (અર્થાત્ વિધ્વજય આશયનાં બધાં ચિહ્નો જણાતાં હોવા છતાં) વિધ્વજય આશય હોતો નથી. આ જ રીતે સિદ્ધિ કે વિનિયોગ આશય પણ હોતા નથી. એટલે જ અભવ્યાદિના ઉપદેશથી કોઈ સમ્યકત્વાદિ પામે તો પણ
અભવ્ય વિનિયોગ કર્યો એમ નથી કહેવાતું પણ “એ જીવ પોતાની યોગ્યતાના કારણે સમ્યક્વાદિ પામ્યો' વગેરે કહેવાય છે.
હવે આમાં મોક્ષનું પ્રણિધાન એટલે શું ? એ પણ વિચારી લઈએ. ઉપર ઉપરના દેવલોકમાં જવાની ઇચ્છાવાળો અભવ્યાદિ જીવ પણ શાસ્ત્રો દ્વારા સમજ્યો હોય છે કે મારા વચનયોગ – મનોયોગ જો શાસ્ત્રથી વિપરીતપણે પ્રવર્તે તો સંયમમાં એટલો અતિચાર લાગવાથી ઇચ્છિતની પ્રાપ્તિ નહીં થાય. એટલે નથી એ વચન દ્વારા મોક્ષને નકારતો હતો કે નથી એ મનમાં મોક્ષને નકારતો હતો, તેથી આપણે પણ જે વાંચેલું છે, સાંભળેલું છે, ગોખેલું છે.. ને એને અનુસરીને “હું આ આરાધના મોક્ષ માટે કરું છું' એવું આપણે જે બોલીએ – વિચારીએ છીએ.. તેને પણ બેધડક રીતે મોક્ષના પ્રણિધાનરૂપ માની ન લેવાય. અલબત્ત આ વારંવાર બોલવું – વિચારવું એ પણ મોક્ષનું જે વાસ્તવિક પ્રણિધાન છે અને પ્રગટ થવાનું કારણ બની જ શકે છે. વળી એ સ્વર્ગપ્રાપ્તિ વગેરેની ભૌતિક ઇચ્છારૂપ ઉપાધિને દૂર રાખવામાં સહાયક બની શકે છે અને તેથી અહિંસા વગેરેને સાધવાના કે પ્રમાદદિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org