________________
૪૪૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
જીવ પ્રથમ પ્રકારની વંચનામાં આવે છે... એટલે કે હવે સંજ્ઞાનો ઉદય
જ થતો નથી.
સંજ્ઞાઓનું આવું વિખુંભણ અચ૨માવર્તમાં હોતું નથી, કારણ કે જીવ ભવાભિનંદી હોય છે. ભવાભિનંદી જીવને સંજ્ઞાની પરવશતા જ ઇષ્ટ હોય છે, પછી એનું વિખુંભણ શી રીતે કરે ?
પ્રશ્ન - જો સંજ્ઞાઓનું વિધ્વંભણ નથી, તો ધર્મ થાય જ શી રીતે ? પરિગ્રહસંજ્ઞાના નિગ્રહ વિના દાનધર્મ શું થઈ શકે ? આહારસંજ્ઞાના નિગ્રહ વિના તપધર્મ શું થઈ શકે ?
ઉત્તર સાચી વાત છે. પણ ભવાભિનંદી જીવ આ રીતે આહારાદિસંજ્ઞાનો નિગ્રહ જે કરતો હોય છે, તે એને ‘આહારાદિસંજ્ઞાઓ આત્માને નુકશાનકર્તા છે - માટે ત્યાજ્ય છે’ આવું સંવેદાયું છે, માટે નહીં, પણ લોકપંક્તિમાં આદર કરનારો બન્યો હોવાથી એ લૌકિક દાનાદિધર્મ કે લોકોત્તર પ્રવ્રજ્યાદિ ધર્મ પણ આચરે છે. લોકપંક્તિનો આદર કરવો એટલે લોકસદેશભાવ સંપાદન કરવો. એટલે કે લોકોનું સાદૃશ્ય પોતાનામાં ઊભુ કરવું. અર્થાત્ લોકોથી જુદા ન પડી જવાય એ માટે બધા કરતાં હોય એમ સ્વયં પણ કરવું. આ લોકપંક્તિ કહેવાય છે. એટલે બધા દાન આપતા હોય ને પોતે ન આપે તો સારું ન લાગે. માટે પોતે પણ આપે.. આમાં દાનધર્મ કે પરિગ્રહસંજ્ઞાનું વિખુંભણ હિતકર લાગી ગયું છે એવી કોઈ વાત નથી. માત્ર લોકોથી અલગ પડવાની હિંમત નથી... માટે બધાની સાથે રહેવા માટે દાન આપે છે... આવું જ અન્ય ધર્મપ્રવૃત્તિઓ માટે પણ જાણવું.
ન
જેના દિલમાં અધિકૃત ધર્મઆચારની મહત્તા નહીં, પણ લોકની મહત્તા હોય તે લોકપંક્તિકૃતાદર કહેવાય (= લોકપંક્તિનો આદર કરનારો કહેવાય). પ્રતિક્રમણની મહત્તા નથી, પણ લોકની છે. એટલે લોકો બેઠાબેઠા પ્રતિક્રમણ કરતા હોય તો પોતે પણ બેઠા બેઠા ક૨ે. ઘરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org