________________
બત્રીશી-૧૦, લેખાંક-૪૮
૪૪૩ બધા પૂજા નથી કરતા તો પોતે પણ ન કરે. સ્વામી વાત્સલ્ય વગેરેમાં બધા જયણાની કાળજીવાળા નથી. ભક્ષ્યાભઢ્યનો વિવેકવાળા નથી. તો પોતે પણ, સમજવા છતાં એને મહત્ત્વ ન આપે.
જેના દિલમાં અધિકૃત આચારની મહત્તા હોય, લોકની નહીં તે લોકપંક્તિકૃતાદર બનતો નથી, પણ લોકથી જુદો પડે. બધા બેઠા બેઠા પ્રતિક્રમણ કરતા હોય તો પણ પોતે ઊભા ઊભા કરે, એમાં શરમ-સંકોચ ન અનુભવે. સ્વામીવાત્સલ્યાદિમાં ભક્ષ્યાભઢ્યનો વિવેક રાખે – જયણાની કાળજી રાખે. લોકવિરુદ્ધનો ત્યાગ કહ્યો છે... પણ લોકોની સાથે જ રહેવું એવું કાંઈ વિધાન કર્યું નથી. (જેમ અસત્યના ત્યાગનો અર્થ સત્ય બોલવું જ જોઈએ એવો થતો નથી, એમ પ્રસ્તુતમાં જાણવું.)
અચરમાવર્તવર્તીજીવને આત્મહિતનું ને તેથી ધર્માનુષ્ઠાનનું મહત્ત્વ નથી હોતું... પણ ઘણા કરતા હોય તો લોકને દેખીને એ પણ કરે. એમ લોકને આવર્જિત કરવા પણ કરે. લોક બહુધા પૌદ્ગલિક સુખ માટે પ્રયતશીલ હોય છે. એટલે એ માટે અચરમાવર્તવર્તી જીવ પ્રવ્રયા સ્વીકાર પણ કરે, આમાં અતિચાર લગાડીશ તો ઉપર-ઉપરના દેવલોકના વૈભવ નહીં મળે એમ સમજી નિરતિચાર પણ પાળે. છતાં આ બધામાં એના દિલમાં સ્વર્ગની – પદ્ગલિક સુખની જ મહત્તા હોય છે, પ્રવ્રજ્યાની નહીં, માટે એ પણ લોકપંક્તિકૃતાદર જ છે.
હા, એ જીવોને જો કોઈ શરાબપાન-માંસભક્ષણ વગેરે પાપની મહત્તા અંકાઈ જાય, તો લોકથી અલગ પડીને પણ એ શરાબપાન વગેરે કરે છે. એટલે કે પાપ આચરણમાં લોકપંક્તિકૃતાદર ન પણ હોય. પણ ધર્મઆચરણમાં તો એ એવો હોય જ છે.
ચરમાવર્તવર્તી ધર્માત્મા પાપાચરણમાં લોકપંક્તિકૃતાદર હોય શકે, પણ ધર્મમાં નહીં. એટલે કે પાપની ઇચ્છા ન હોવા છતાં પણ સેવે. તે પણ લોકને આવર્જિત કરવા નહીં, પણ લોકચિત્તના અવિરોધ માટે, એ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org