________________
४४४
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
જીવ અચરમાવર્તમાં ભવાભિનંદી હોય છે એ કહ્યું... પહેલાં ભવાભિનંદી શબ્દનો અર્થ વિચારી લઈએ... પછી એ કેવો હોય છે તે વિચારીશું. ભવ એટલે સંસાર. તેથી ભવાભિનંદી એટલે સંસારને અભિનંદનશીલ... જે સારું લાગે, સુખાનુભવ કરાવે એને જીવ અભિનંદતો હોય છે. સંસારમાં પુદ્ગલ સુખાનુભવ કરાવે છે. તેથી એ જીવો પુદ્ગલને અભિનંદે છે. માટે આ જીવોને પુદ્ગલાનંદી પણ કહે છે. સંસારમાં જીવને જેમ પૌદ્ગલિક સુખ મળે છે, એમ એના પરિણામે દારુણ દુઃખો પણ આવી જ પડે છે. આમ સુખ-દુ:ખ બંને હોવા છતાં આ જીવો સુખની જ મહત્તા માનનારા હોય છે, દુઃખને ગૌણ કરનારા હોય છે. ગમે એવી ભયંકર યાતનાઓ વેઠવી પડે તો પણ “ભાઈ ! સુખ જોઈતું હોય તો થોડું દુઃખ વેઠવું પણ પડે...” આમ એક કણ જેટલા સુખની સામે એક મણ જેટલા દુઃખને પણ એ ગૌણ કરનારો હોય છે, આટલી બધી પૌદ્ગલિક સુખની મહત્તા એના દિલમાં અંકાયેલી હોય છે. એટલે ગમે તેવા દુઃખો વેઠવાનો અવસર આવે તો પણ એને સંસાર પર કંટાળો ક્યારેય સંવેદાતો નથી. જેમ મોક્ષાર્થી જીવને મોક્ષનું આત્મિક સુખ મળતું હોય તો ગમે તેવા ઘોર ઉપસર્ગો પણ કાંઈ વિસાતમાં લાગતા નથી એમ આ જીવને પૌદ્ગલિક સુખ સામે ગમે તેવા કષ્ટો | દુઃખો કાંઈ વિસાતમાં લાગતા નથી. એટલે જેમ મોક્ષાર્થી જીવ આત્માનંદી હોય છે એમ આ ભવાભિનંદી જીવ પુદ્ગલાનંદી હોય છે.
હવે ભવાભિનંદીજીવ કેવો હોય તે વિચારીએ. ભવાભિનંદીજીવ શુદ્ધ, લોભરતિ, દીન, મત્સરી, ભયવાન, શઠ, અજ્ઞ અને નિષ્ફળારંભસંગત હોય છે. ભવાભિનંદીના આ આઠે લક્ષણોને ક્રમશઃ વિચારીએ.
(૧) શુદ્ર : શુદ્ર એટલે કૃપણ. કૃપણ એટલે દિલની ઉદારતા વિનાનો – વિશાળતા વિનાનો. પૌદ્ગલિક સુખ બીજાના ભોગે મળતું હોય છે. એકનું ખીસું ખાલી થાય તો જ બીજાનું ખીસું ભરાય છે. બીજાને મળેલું પુદ્ગલજન્યસુખ ઓછું હોય તો જ પોતાનું પૌદ્ગલિક સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org