________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
એટલે અત્યન્ત સુખદ કે અત્યન્ત દુઃખદ પરિસ્થિતિઓ ‘વિઘ્નરૂપ’ બની શકે છે એ જાણવું.
૫૨૪
આ પરિસ્થિતિઓનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. એમાં ‘વિઘ્ન’રૂપ શી રીતે ને એનો ‘વિઘ્નજય’ આશય કેવો હોય એનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે પહેલાં એક બીજી વિચારણા કરી લઈએ.
અનેક ગ્રન્થોમાં પ્રારંભે મંગળાચરણ જે કરવામાં આવ્યું હોય છે તેના સમર્થનમાં એક શ્લોક ટાંકેલો જોવા મળે છે .
-
श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ।।
અર્થ : (આત્માનું કલ્યાણ કરનારા) શ્રેયોભૂત કાર્યોમાં મહાપુરુષોને પણ પ્રચુર વિઘ્નો આવે છે. જ્યારે અશ્રેયોભૂત કાર્યોમાં વિઘ્નોના સમુદાયો ક્યાંય ભાગી જાય છે.
શ્રેયોભૂત કાર્યો વિઘ્નપ્રચુર હોય છે એ તો અનુભવગમ્ય પણ છે જ. પણ અશ્રેયસ્કર કાર્યોમાં વિઘ્નો આવે જ નહીં... હોય તો પણ ક્યાંય ભાગી જાય... આવું શા માટે કહ્યું ? ગૃહસ્થોને વેપાર, લગ્નાદિક વ્યવહાર વગેરે પોતાના સાંસારિક કાર્યોમાં કેટલાય વિઘ્નો અનુભવાતા દેખાય છે ને?
આનો ઉત્તર આ ‘વિઘ્નજય’ આશયમાં રહેલો છે.
સાંસારિક કાર્યોમાં પણ વિઘ્નો તો આવતા જ હોય છે... પણ એ અંગે મન એવું કેળવ્યું હોય છે કે જેથી વિવક્ષિત કાર્ય માટેનો ઉત્સાહ મોળો પડતો નથી. પ્રવૃત્તિ વ્યવસ્થિત થયા કરે છે, અને તેથી એ ‘વિઘ્ન’ વિઘ્નરૂપ રહેતું નથી. ને કાર્ય નિર્વિઘ્નતયા પાર પડે છે. માટે કહેવાય કે ‘વિઘ્નો તો ક્યાંય ભાગી જાય છે.’ (આનો પણ અર્થ તો એ જ કરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org