________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૫
૫૧૩
જેનું પ્રણિધાન બાંધ્યું છે એના શુભ-સાર ઉપાયની જ્યારે જ્યારે તક મળે ત્યારે તેમાં પ્રવૃત્તિ કરે... વળી એ પ્રવૃત્તિમાં પ્રયત્નપૂર્વક યત્નાતિશય લાવે... શીઘ્ર ક્રિયાસમાપ્તિની ઇચ્છા, અકાળે ફળપ્રાપ્તિની ઇચ્છા, અન્યાભિલાષ, વિક્ષેપ વગેરે સ્વરૂપ દોષોનો પરિહાર પણ સતત જાગૃતિપૂર્વક કરે... એમ અપાયોથી બચતા રહેવાનો પર્યાપ્ત પુરુષાર્થ કરે... આ બધું કરતાં કરતાં એવું માનસિક વલણ ઘડાઈ જાય - એવા સાહજિક સંસ્કાર ઊભા થઈ જાય કે જેથી હવે શુભસાર ઉપાયના અવસરે એને અજમાવી લેવાનું દિલ સહજ બન્યું જ રહે, વળી એ અજમાયશ પણ પોતાના પૂરા સામર્થ્યથી જ થાય. (ઢીલો - પોચો પ્રયાસ ફાવે જ નહીં, થાય જ નહીં...) ઔત્સુક્ય વગેરે દોષો મનમાં ઉદ્ભવે જ નહીં... (અત્યાર સુધી ઉદ્ભવતા હતા, પણ એનો પ્રયત્નપૂર્વક પરિહાર હતો... હવે ઉદ્ભવતા જ નથી...) અપાયના અવસરે દિલ જ અંદરથી દૂર રહેવાનું ચિંધ્યા કરે... જેમકે અત્યાર સુધી સ્વાધ્યાયનું પ્રણિધાન હોવા છતાં, અનાદિકાલીન સંસ્કારવશાત્ વાતો ગમતી હતી અને તેથી વાતો કરનારા ગમતા હતા... પણ છતાં મનને મારીને એનાથી દૂર રહેવાનું ચાલુ હતું.. એના પ્રભાવે હવે મનઃ સ્થિતિ એવી ઘડાઈ ગઈ કે પહેલેથી મન જ વાતોને બાધક તરીકે દેખતું હોવાથી એનાથી દૂર રહેવાનું જ સૂચવ્યા કરે છે. મનને મારવાનો પ્રસંગ જ ન આવે... શીલસદાચારના ઇચ્છુકને પહેલાં ટીવી છોડવા માટે મન મારવું પડતું હતું. હવે તો ટીવીનું નામ પડે ને અંદરથી મન પોકારવા માંડે - મારા શીલનો ભુક્કો બોલાવી દેશે. આનાથી સો ગાઉ છેટે રહેજે. પછી મનને મારવાનું રહે જ નહીં. સહજ રીતે ટીવીથી દૂર રહેવાય. પ્રવૃત્તિ આશયમાં કહેલી શરતોના સતત અભ્યાસથી ઘડાયેલી ચિત્તની આવી અવસ્થા (= આત્માની ક્ષયોપશમ યુક્ત-સંસ્કાર યુક્ત અવસ્થા) એ પ્રવૃત્તિ આશય છે.
હવે ત્રીજા વિઘ્નજય આશયને વિચારીએ...
વિઘ્નજય : પ્રણિધાન આશય તથા પ્રવૃત્તિ આશયના પ્રભાવે
::
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org