________________
૫૧ ૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ માટે વસ્ત્ર-પાત્ર બધું છોડી દઉં' - એવો ચાળો કરવા જાય તો નિષ્પરિગ્રહતા તરફ આગળ વધવાને બદલે પીછેહઠ કરવાનો અવસર આવે. સીધી વાત છે, શારીરિક શક્તિ વધારવા માટે ઘી એ સુંદર ઉપાય છે. પણ જેની હોજરી ઘી પચાવવાને સમર્થ નથી એને ઘીથી ઝાડા થઈ જશે ને ઉપરથી અશક્તિ આવશે. માટે સ્વભૂમિકાને અનુરૂપ પ્રકર્ષવાળો ઉપાય અહીં સમજવો. આવો જ ઉપાય સાધક માટે સારભૂત નીવડે છે.
પૂર્વે આપણે જોઈ ગયા એમ કોઈ પણ ઉપેયના જેમ કેટલાક ઉપાય હોય છે, એમ કેટલાક અપાય પણ હોય છે. એટલે અહીં પ્રવૃત્તિઆશયમાં, ઉપાયની પ્રવૃત્તિ અંગે જે જે કહ્યું એ જ વાતો ઉપલક્ષણથી અપાયની નિવૃત્તિ અંગે પણ સમજવાની છે.
અર્થાત્ જેમ ઉપાયમાં પ્રવૃત્તિનો યત્નાતિશય જોઈએ એમ અપાયથી નિવૃત્તિનો પણ યત્નાતિશય જોઈએ જ. બ્રહ્મચર્યના ખપીએ સ્ત્રી - પશુ – પંડકયુક્ત વસતિ વગેરેના વર્જનમાં કાળજીવાળા બનવું જ જોઈએ. સ્વાધ્યાયના ઇચ્છુક વાતોડિયા વગેરેથી દૂર રહેવાની દરકાર રાખવી જ જોઈએ. સદાચારના ઇચ્છુક દુરાચારીઓનો સંગ વર્જવામાં બેદરકાર ન જ રહી શકાય. એમ એવા લેખો – નવલકથાઓ – લગ્નેતર સંબંધની કે પ્રણયત્રિકોણની વાતો પીરસ્યા કરતી સીરિયલો - અશ્લીલચિત્રો વગેરે છોડવાની ઉપેક્ષા સેવી ન જ શકાય. અહંકાર પર વિજય મેળવવાનું જેણે પ્રણિધાન બાંધ્યું છે – એણે સ્વપ્રશંસા સ્વયં તો ન જ કરવી. પણ અન્ય કોઈ કરતો આવે તો એને અટકાવવો જોઈએ. અને નહીંતર પોતે ત્યાંથી ખસી જ જવું જોઈએ. સ્વયં આચાર્ય હોવા છતાં, તથા શિષ્યોની સાથે જ રહેવા છતાં, કોઈના સંપર્કમાં ન આવવું ને એકાંતવાસ લેવામાં રહેવું - આ શ્રી ચંડરુદ્રાચાર્યનો ક્રોધાવિજય માટે, ક્રોધના નિમિત્તથી દૂર રહેવાનો પ્રબળ યત્નાતિશય હતો. એવો જ યત્નાતિશય પ્રતિબોધ પામ્યા પછી બિલમાંથી મુખ બહાર ન કાઢવા દ્વારા ચંડકૌશિકે અપનાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org