________________
બત્રીશી-૧૦, લેખાંક-પપ
૫૧ ૧ કારણ કે એ પણ યત્નાતિશય તથા એકાગ્રતાનો બાધક બનવા દ્વારા ક્ષયોપશમનો નાશક બની શકે છે. એક કલાક નિરંતર સ્વાધ્યાય કરનારો વચ્ચે કોઈ આવ્યું ને નિષ્કારણ પાંચ મિનિટ ગપ્પાં મારી દે... કોઈની વાતોમાં એક રમૂજ કરવા – પોતાની જાણકારી બતાવવા - ટાપશી પૂરાવવા એકાદ વાક્ય બોલી નાખે. આડાઅવળા વિચારોમાં ચઢી જાય - તત્કાળ આવશ્યક નહીં એવી પણ કોઈ બીજી ક્રિયા આવી ને ઊભો થઈને કરી લે... રોજ નિયમિત રાત્રીસ્વાધ્યાય કરનારો કોઈક વાતો કરવા આવે ને સ્વાધ્યાયને બાજુ પર મૂકી દે.. જરાક નિદ્રા આવે છે ને ઊંધી જાય.. આવું બધું કરનાર સ્વાધ્યાયના પ્રવૃત્તિઆશયમાં આગળ વધી શકે નહીં.
વિક્ષેપ ટળે તથા યત્નાતિશય ને એકાગ્રતા કેળવાય એ માટે દસત્રિકમાં નિસિહી-ત્રિક, દિશાત્યાગત્રિક વગેરે છે.
સાતત્ય યત્નાતિશયને લાવનાર છે. વિક્ષેપ સાતત્યને ખંડિત કરવા દ્વારા યત્નાતિશયનો બાધ કરે છે. આ વાત પણ પ્રશસ્તની જેમ અપ્રશસ્ત પ્રવૃત્તિને પણ લાગુ પડે છે. ઔદયિકભાવથી થતી સંસારક્રિયાઓમાં વિક્ષેપ પાડવાથી ઔદયિકભાવ ગાઢ બનતો અટકી જાય છે. જેઓ હંમેશાં ધર્મ નથી કરતા તેઓ પણ વચ્ચે વચ્ચે પર્વતિથિએ તપ, બ્રહ્મચર્યપાલન વગેરે કરે એટલે એનાથી વિપરીત ઔદયિકભાવની આહાર, અબ્રહ્મ વગેરે ક્રિયાઓનું સાતત્ય તૂટવાથી એ ક્રિયાઓ મોળી પડે જ. તથા એના સંસ્કારો પણ મોળા પડે જ. તડકે રાખેલા પાપડ-વડી પર ભલે ને એક ક્ષણ માટે જ, એક નાની વાદળી વરસી જાય. તો અત્યાર સુધી ખાધેલા તડકાની અસર મોળી પડી જ જાય.
શુભસારોપાય - વળી વિવણિત ધર્મસ્થાનની સિદ્ધિ માટે જે ઉપાયમાં પ્રવૃત્તિ કરવાની હોય તે ઉપાય શુભ = પ્રકૃષ્ટ = પ્રકર્ષવાળો) હોવો જોઈએ. તેમજ સારભૂત (નિપુણતાવાળો) હોવો જોઈએ. આમાં પોતપોતાની ભૂમિકાને અનુરૂપ પ્રકર્ષ સમજવાનો. એટલે જેને વસ્ત્રલબ્ધિ - કરપાત્રલબ્ધિ પ્રાપ્ત થઈ નથી એવા પણ સાધુ નિષ્પરિગ્રહતાની સિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org