________________
બત્રીશી-૧૦, લેખાંક-૧૩
૪૯૧ આત્મસ્વરૂપનું પ્રણિધાન ક્યારેય કેળવાતું નથી. એ જ રીતે અપુનર્બન્ધકથી માંડીને જે જે ગુણો પ્રગટે છે, ઉત્તરોત્તર જે શુદ્ધિઓ થાય છે, એનું કે એના કારણભૂત આચારોનું કે એના પ્રતિબન્ધકોના પરિહારનું એને ક્યારેય નિપાધિક પ્રણિધાન કેળવાતું નથી. ક્યારેક એનો જે (દ્રવ્ય)ગુણોનો કે (દ્રવ્ય)આચારોનો સંકલ્પ જોવા મળતો હોય છે તે કોઈક ભૌતિક અવસ્થાના કારણ તરીકે જ હોય છે. એ વિના હોતો નથી. ને તેથી “પ્રણિધાન આશય જ ન પ્રગટવાના કારણે એની ધર્મપ્રવૃત્તિઓ યોગરૂપ બની શકતી નથી, દ્રવ્યક્રિયારૂપ રહે છે.
અપુનર્બન્ધક જીવને પાપભીરુતા – દુર્ગતિવારણનું પ્રણિધાન વગેરે આત્મસ્વરૂપના પ્રણિધાનનું કારણ બની શકતા હોવાથી ગુણકર નીવડે છે. પણ અભવ્યને એનો અભવ્યત્વ સ્વભાવ જ આમાં પ્રતિબંધક બને છે, ને તેથી આત્મસ્વરૂપના પ્રણિધાનનું કારણ ન બની શકતા હોવાથી, પાપભીરુતા વગેરે ગુણકર નીવડતા નથી.
પ્રસ્તુતમાં અધિકૃત ધર્મસ્થાન તરીકે અહિંસા-ક્ષમા વગેરે પણ ઉદેશ્યતયા કૃતિના વિષય લેવાના છે. એટલે કે અહિંસાને સિદ્ધ કરવાનો ઉદેશ - દૃઢ સંકલ્પ એ પ્રણિધાન આશય તરીકે લેવાનો છે. પણ જો દેવલોક પ્રાપ્તિ – વગેરેના ઉદેશથી અહિંસા કેળવવાનો ઉદેશ હોય તો એ પ્રણિધાન આશયરૂપ બનતો નથી. પણ ઉપર કહ્યા મુજબ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિના મૂળભૂત ઉદેશપૂર્વક કે ક્યારેક નિરુપાધિકપણે અહિંસાદિ કેળવવાનો ઉદેશ હોય તો એ પ્રણિધાન આશયરૂપ બને છે.
હવે, ચિત્તની કેવી અવસ્થા કેળવાયેલી હોય તો પ્રણિધાન આશય કહેવાય તે વિચારીએ.
અધિકૃત ધર્મસ્થાન અંગે કર્તવ્યતાના ઉપયોગવાળું, હનગુણી જીવો પ્રત્યે દ્વેષ વિનાનું પરોપકારની વાસનાથી રંગાયેલું નિરવદ્ય વસ્તુવિષયક ચિત્ત એ પ્રણિધાન આશય છે. આ ચારે શરતોનો વિચાર કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org