________________
બત્રીશી-૧૦, લેખાંક-૪૯
૪૫૧ મંદષયોપશમ ધરાવનાર સમ્યકત્વી, દેશવિરત કે સર્વવિરત જીવની સારી પ્રવૃત્તિ નિર્જરાફલક ને ગુણમાપક હોય છે - ક્ષયોપશમને નિર્મળ કરનાર હોય છે. પણ નરસી પ્રવૃત્તિ મુખ્યતયા એવી હોતી નથી. અપેક્ષાએ બંધકારક ને દોષકારક = ક્ષયોપશમને મલિન કરનાર હોય છે. જ્યારે અચરમવર્તવર્તીજીવની તો સારી કે નરસી... બધી જ પ્રવૃત્તિ નિષ્ફળ હોય છે, કારણકે અતત્ત્વના અભિનિવેશવાળી હોય છે. આ અતત્ત્વનો અભિનિવેશ મિથ્યાત્વ મોહનીયના ઉદયના કારણે હોય છે.
ભવાભિનંદીજીવના કહેલા આ આઠ દોષો અચરમાવર્તમાં બધા હોય જ છે. આનાથી વૈપરીત્ય = અક્ષુદ્રતા વગેરે ગુણો ક્યારેય હોતા નથી. ક્યારેક એ જોવા મળે તો સ્વાર્થસાધી લેવાના નિમિત્તે જ હોય. લાલો લાભ વિના લોટે નહીં' આ કહેવત બરાબર લાગુ પડતી હોય. એટલે અક્ષુદ્રતા વગેરે જોવા મળે ત્યાં પણ ભવાભિનંદીજીવનું પ્રણિધાન તો સ્વાર્થનું જ હોય છે. અચરમાવર્તિમાં આવા દોષોની સાહજિક યોગ્યતા હોય છે. અર્થાત્ દોષો સ્વાભાવિક હોય છે. એમાં કર્મોદયનો પ્રભાવ ગૌણ હોય છે. વળી, દોષો સ્વાભાવિક છે, એટલે પુરુષાર્થની પણ કોઈ અસર હોતી નથી. કોરડું મગ.... ગમે એટલું બાફો તો પણ સીઝે નહીં – આવી હાલત હોય છે. માટે વચનૌષધ પ્રયોગ માટે એને અયોગ્યકાળ કહ્યો છે. તેથી અચરમાવર્તમાં ભવિતવ્યતા મુખ્ય હોય છે.
ચરમાવર્તમાં આ દોષોની સ્વાભાવિક તીવ્રતા હોતી નથી. કર્મવિશેષકૃત (= અમુક પ્રકારના કર્મોથી કરાયેલી) આગંતુક - તત્કાલીન તીવ્રતા હોય શકે છે. કર્મવિશેષકૃત આવી તીવ્રતાને ધર્મક્રિયારૂપ ઔષધ દૂર કરી શકે છે. તેથી વચનૌષધ માટે આ યોગ્યકાળ છે. તથા આ કારણે જ ચરમાવર્તમાં કર્મ અને પુરુષાર્થ મુખ્ય હોય છે. (કર્મોદયથી દોષ તીવ્ર બને તો કર્મની મુખ્યતા. અને એ વખતે જીવ સપુરુષાર્થદ્વારા કર્મોને મોળા પાડે અને દોષને અતીવ્ર બનાવે તો પુરુષાર્થની મુખ્યતા.)
ભવાભિનંદીજીવોના આ દોષો સ્વાભાવિક સંસ્કારરૂપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org