________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૦
૫૬૯
‘વિનિયોગ’ કરાવે છે. અને આ વિનિયોગ વધારે પ્રબળ ક્ષયોપશમને પ્રગટ કરે છે જે જન્માન્તરમાં પણ ચાલે છે. અર્થાત્ ક્ષયોપશમ સાનુબંધ બને છે.
બાહ્યઆચાર એ દ્રવ્યધર્મ છે. આંતરિક ક્ષયોપશમ એ ભાવધર્મ છે. વિનિયોજક આત્મામાં મુખ્યતયા આ બન્ને ધર્મ વિદ્યમાન હોય છે. એના પ્રભાવે એ વિનિયોજ્યને દ્રવ્યધર્મમાં જોડે (કે જે દ્રવ્યધર્મ ભવિષ્યમાં વિનિયોજ્યમાં પણ ભાવધર્મ પેદા કરે છે) એને વિનિયોગ કહે છે. વિનિયોજ્યમાં આ વિનિયોગ થવાના પ્રભાવે વિનિયોજકને ક્ષયોપશમ વધે છે, સત્ત્વ વધે છે અને ઉત્તરોત્તર પ્રબળ સામગ્રી મેળવી આપનાર પુણ્ય વધે છે. તથા અંતરાય કરનારા કર્મોનો હ્રાસ થાય છે. આ બધા પ્રકૃષ્ટધર્મસ્થાનની પ્રાપ્તિનાં આભ્યન્તર કારણો છે, (અહિંસા વગેરે વિવક્ષિત ધર્મસ્થાન સંપૂર્ણતયા = સોએ સો ટકા આત્મસાત્ થઈ જવું એ પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે.)
જે ભવમાં સાધનાનો પ્રારંભ થાય એ જ ભવમાં પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થઈ જાય એવું સામાન્યથી બનતું નથી. અનેકભવોની વર્ધમાનસાધના બાદ તે પ્રાપ્ત થાય છે. શૈલેશીઅવસ્થા એ બધા જ ધર્મની પ્રકૃષ્ટપ્રાપ્તિ છે. સાધનાના પ્રભાવે જીવ ઘણુંખરું દેવલોકમાં જાય છે જ્યાં સંયમાદિધર્મનો અભાવ હોય છે. આ રીતે બાહ્યધર્મનો અભાવ થવા છતાં, આ વિનિયોગથી થયેલા સાનુબંધક્ષયોપશમના કારણે, સુવર્ણઘટન્યાયે ફળનો સર્વથા અભાવ થઈ જતો નથી.
માટીનો ઘડો ફૂટી જાય પછી માત્ર ઠીકરાં બચે છે જેનું કશું ઉપજતું નથી. જ્યારે સુવર્ણનો ઘડો ભાંગી જાય તો માત્ર મજુરીની કિંમત જાય, સોનાની તો બધી જ કિંમત પૂરેપૂરી ઉપજે છે. એટલે નુકશાન અલ્પ જ હોય છે. આ સુવર્ણઘટ ન્યાય છે.
વિનિયોગના કારણે થયેલો ક્ષયોપશમ એ સંસ્કારરૂપ છે. વળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org