________________
૫૬૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
પણ જો, નિયમ અને ભાવના દ્વારા એવો ક્ષયોપશમ ઊભો થાય કે જેથી ટી.વી.નું આકર્ષણ છૂટી જાય તો વિનિયોગ થયો છે એમ જાણવું.
વિનિયોગ અંગેની ઘણી વિચારણાઓ જોઈ લીધી. બાકીની થોડી વિચારણા આગામી લેખમાં જોઈશું.
ઓગણસાઈઠમાં લેખમાં લેખાંક વિનિયોગઆશયના નિરૂપણ દરમ્યાન
યોગ, નિયોગ અને વિનિયોગ એ ત્રણ ત, ૬૦.
શબ્દો વિચારેલા. ને એમાં નિયમ અને
ભાવના દ્વારા એવો ક્ષયોપશમ ઊભો થાય કે જેથી ટી.વી.નું આકર્ષણ છૂટી જાય તો ટી.વી. ત્યાગરૂપ ધર્મનો વિનિયોગ થયો કહેવાય એમ નિશ્ચિત થયેલું.
જે જીવમાં આવો વિનિયોગ થાય છે એ વિનિયોજ્ય જીવ છે. વિનિયોગઆશય ધરાવનાર જે સાધક મહાત્મા આવો વિનિયોગ કરે છે તે વિનિયોજક છે. વિનિયોજક મહાત્માનો ઉપદેશદાનાદિરૂપ બાહ્ય વ્યાપાર નવાજીવનું (વિનિયોજ્યનું) બાહ્ય ધર્મમાં વિશિષ્ટ જોડાણ કરે છે. અને એ વિનિયોજક મહાત્માએ સાધેલો વિનિયોગઆશય (કે જે વિનિયોજ્યજીવમાં થનાર આ વિશિષ્ટજોડાણને ભાવોત્પત્તિનું અવધ્યકારણરૂપ બનાવે છે તે) અને વિનિયોજ્યજીવની યોગ્યતા, આ બેના સુમેળથી એ જોડાણ વિશિષ્ટક્ષયોપશમને પેદા કરી આપનારું બને છે. માટે એ જોડાણ વિનિયોગ કહેવાય છે.
સિદ્ધિઆશય પામી ગયેલા મહાત્માની, વિનિયોજ્યમાં વિનિયોગ કરાવનારી આવી ચિત્તવૃત્તિ (એક અત્યંત વિશિષ્ટકક્ષાનો ક્ષયોપશમ) એ વિનિયોગઆશય છે. સિદ્ધિ આશયમાં રહેલા કૃપા, ઉપકાર અને વિનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org