________________
૫૭૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ વિનિયોગના કારણે બંધાયેલું વિશિષ્ટપુષ્ય આ સંસ્કારને જાગ્રત કરી પુનઃ સાધનામાં જોડી દે એવા ઉબોધકની સહજ પ્રાપ્તિ કરાવે છે. તેમજ એ જ પુણ્ય, વિશિષ્ટ સાધનાના કારણભૂત પ્રથમસંઘયણ વગેરે સામગ્રી પણ મેળવી આપે છે. આ ઉદ્બોધક, પ્રથમસંઘયણ, સદ્ગુરુ વગેરેનો યોગ... આ બધું પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું બાહ્યકારણ છે. એના કારણે સાધક વધારે પ્રબળ રીતે બાહ્યસાધનામાં જોડાય છે જે વધારે પ્રબળ ક્ષયોપશમને તથા પુણ્યને પેદા કરે છે. આવું ઉત્તરોત્તર આગળ વધતાં છેવટે પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્ત થાય છે.
આમ વિનિયોગ આ આભ્યન્તર અને બાહ્ય બને કારણો દ્વારા પ્રકૃષ્ટધર્મસ્થાનની પ્રાપ્તિનું અવસ્થકારણ બને છે.
શંકા - જેમ વિનિયોજક જીવ માટે આ રીતે વિનિયોગની અવસ્થતા છે એમ વિનિયોજ્ય જીવ માટે પણ એ કહી શકાય છે ને ? આશય એ છે કે જંગલમાં સિદ્ધયોગી પુરુષની આસપાસ રહેલા વાઘસિંહ-સાપ-નોળિયા વગેરે ક્રૂર કે પરસ્પર વૈરી પ્રાણીઓનો હિંસકભાવ કે વૈરભાવ દૂર થઈ જાય છે. અહિંસાસિદ્ધિના આ કાર્યને જ વિનિયોગ કેમ ન કહેવાય ? કારણ કે તે હિંસક પશુઓ સિદ્ધયોગી પુરુષથી દૂર ગયા પછી કદાચ કષાયાદિના ઉદયે ફરીથી હિંસા કરે તો વિનિયોજિત અહિંસાધર્મ વ્યવહારથી નાશ પામ્યો હોવા છતાં વાસ્તવમાં નાશ પામેલ હોતો નથી. અહિંસાના સંસ્કાર તે પ્રાણીઓમાં પડેલા હોય છે જે અનેક ભવની પરંપરા પછી પણ અભિવ્યંજક મળતાં ઝડપથી જાગ્રત થાય છે, જીવ અહિંસાદિ ધર્મમાં આગળ વધે છે, એટલે વિનિયોગ સુવર્ણઘટન્યાયે નિષ્ફળ પણ નથી.
સમાધાન - તમારી શંકા બરાબર નથી, કારણ કે વાઘ વગેરેનું આવું જોડાણ તો માત્ર યોગ રૂપ છે. એ સિદ્ધયોગી પુરુષના પુણયોદયથી થયેલ માત્ર બાહ્ય મહિમા છે. સિદ્ધયોગીથી દૂર થવા પર ફરીથી હિંસા આચરનાર પશુને વસ્તુતઃ ક્ષયોપશમ (સંસ્કાર) પેદા થયો જે નથી, ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org