________________
૫૫૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ હીન જીવો કંઈક સંકટમાં મુકાઈ જાય (અને વિધ્વજય આશય તો હજુ તેઓએ કેળવ્યો હોય નહીં, તેથી એ ગુણની સાધનામાં સ્કૂલના આવી જાય) તો એ વખતે એનું એ સંકટ દૂર કરી પાછો એને અસ્મલિત સાધના માર્ગે ચઢાવવો એ વ્યસનપતિત દુઃખાપહાર છે.
મંદ લયોપશમવાળા જીવને અનેકવાર શીખવાડવા છતાં ના આવડે તો પણ “તું તો સાવ “ઢ” છે... તને કશું આવડવાનું નહીં.” વગેરે તિરસ્કારપ્રયુક્ત શબ્દો નીકળવા ન જોઈએ. જો આવા કઠોર શબ્દો નીકળે તો સમજવું કે કૃપા-દયા નથી. પોતે મેળવેલું જ્ઞાન પણ સિદ્ધિ અવસ્થાને પામી શકે નહીં. (ને તેથી આગળ પ્રગતિ ન થાય). એમ, પોતે ઘણા વિદ્વાન હોય, બીજા નાના હોય.. અલ્પ ક્ષયોપશમવાળા હોય તો પણ,
એ એનું ફોડશે... હું તો મોટો માણસ. મારે ઘણાં કામો હોય.. એની ચિંતામાં હું ક્યાં પડું ?” આ રીતે ઉપેક્ષા ન કરતાં, એને આવશ્યક ગ્રન્થ મંગાવી આપવા, ભણાવનારનો યોગ કરાવી આપવો, ભણવાનો ઉત્સાહ જાગે એવું વાતાવરણ ઊભું કરી આપવું, બધી અનુકૂળતાઓ કરી આપવી... (આ બધું પણ કરુણા-વાત્સલ્યસભર દિલથી કરી આપવું.) આ બધું “દાન” છે. સિદ્ધિ આશય માટે આ પણ આવશ્યક છે. હિનજીવો, અસક્ઝાય-રોગ વગેરે પ્રતિબન્ધકોને દૂર કરવાનું નાના-અલ્પપુષ્યવાળા હોવાના કારણે સામર્થ્ય ન હોવાથી મૂંઝાતા હોય તો, “હું આ નાની-નાની વાતમાં ક્યાં પડું ?” એવું ન વિચારતાં પોતાના સ્થાન-પુણ્ય-પ્રભાવ વગેરેના યોગે બધા વિઘ્નો દૂર કરી આપવા એ “વ્યસનપતિત દુઃખાપહાર” છે. આના વિના પણ સિદ્ધિ સિદ્ધ થવી અશક્ય છે.
પોતાને લગભગ સમાન ગુણસિદ્ધિ પામેલા હોવાથી મધ્યમ જીવોએ પણ પ્રણિધાન-પ્રવૃત્તિ ને વિધ્વજયઆશય લગભગ સ્વસમાન માત્રામાં કેળવેલો જ હોય છે. એટલે તેઓ સ્વયં સાધના કરતાં જ હોય છે. પણ, ક્યારેક એવી વિશેષ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ ગઈ હોય તો એમને માર્ગ પર ટકી રહેવા કે આગળ વધવા માટે સહાય કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org