________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૮
૫૫૭ એમ જાણવું જોઈએ. અવિરત માટે દેશવિરત ને દેશવિરત માટે સર્વવિરત સાધુ એ ગુણાધિક છે. ગુણાધિક વ્યક્તિ આવે એટલે ઊભા થવું, આસન પ્રદાન કરવું. આ બધું વિનય છે. આહાર-પાણી-ઔષધ વગેરે લાવી આપી સેવા કરવી એ વૈયાવચ્ચ છે. ગુણાધિક પ્રત્યે દિલમાં પ્રીતિ-આદર હોવા - જાગવા એ બહુમાન છે. વળી બીજું સત્રશંસાદિ.. તે તે ગુણની સાચી પ્રશંસા એ તે તે ગુણનું બીજ છે. પ્રશંસકને કાળાન્તરે તે તે ગુણાત્મક ફળ આપીને જ રહે છે. અંદર બહુમાનાદિ હોય તો જ બહાર સાચી પ્રશંસા થઈ શકે. અને એ થાય એટલે સ્વપ્રાપ્ત ગુણ કરતાં અધિક ગુણનું બીજ પડી જ ગયું. હવે એ અધિક ગુણ પ્રાપ્ત થશે જ.. આમ આ વિનયાદિથી ગુણ (ક્ષયોપશમ) સાનુબન્ધ બને છે. એટલે કે ગુણ ઉત્તરોત્તર વર્ધમાન બનતો રહે છે.
અધિક પ્રત્યે વિનયાદિની જેમ, મધ્યમ (સમાન) પ્રત્યે ઉપકાર અને હીન પ્રત્યે કૃપા.. આ બંને પણ ક્ષયોપશમને સાનુબન્ધ બનાવે છે. અર્થાત્ આ ત્રણે ઉત્તરોત્તર ક્ષયોપશમના કારણ છે. એટલે પોતાને જેટલા અંશના ક્ષયોપશમ રૂપ સિદ્ધિ પ્રગટ થઈ છે એ ઉત્તરોત્તર વધતાં ક્ષાયિક ભાવ સુધી પહોંચે એ માટે આ વિનયાદિ ત્રણે આવશ્યક છે. અન્યથા ક્ષયોપશમ સાનુબન્ધ ન બનવાથી અધિક અધિક માત્રાની સિદ્ધિ યાવત્ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી.
ક્ષમાના સાધકને ગમે તેવો તીવ્ર કક્ષાનો ક્રોધ કરનાર વ્યક્તિ પ્રત્યે પણ દ્વેષ-દુર્ભાવના બદલે કરુણા જ ઊભરાયા કરે તો સમજવું કે “ક્ષમા' સિદ્ધ થઈ છે.
આમાં કરુણા ત્રણ રૂપે જાણવી. હીન પ્રત્યે અંદર કરુણા જ જે અનુભવાયા કરે એ ‘દયા’ છે.
હીન જીવો આગળ વધે એ માટેના યથાશક્ય સંયોગ સામગ્રી વગેરે એને પૂરા પાડવા એ “દાન” છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org