________________
૪૮૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ સરળ એટલા માટે છે કે એમાં જેનો નિષેધ કરવો છે એ તો અનાદિકાળમાં વારંવાર સંવેદનાનો વિષય બન્યું જ છે, જ્યારે હું શું છું ?” એમાં જે સંવેદવું છે તે આજ સુધીમાં ક્યારેય સંવેદાયું નથી. જેની ક્યારેય સંવેદનાત્મક ઓળખાણ જ નથી થઈ, એનું “આવું સ્વરૂપ મારામાં છે' એવું સંવેદન કઠિન હોય જ. એટલે જ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસાર પ્રકરણના ચોથા અષ્ટકમાં પ્રથમ શ્લોક આવો મૂક્યો :
अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदाऽन्ध्यकृत् । अयमेवेति नब्यूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।।
અર્થ : હું અને મારું આ મોહનો આખા જગને આંધળું કરનાર મત્ર છે. આ જ મંત્રને નકારપૂર્વક બોલવામાં આવે તો એ મોહને જીતનારો પ્રતિમંત્ર બની જાય છે.
આટલું કહ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ બીજા શ્લોકમાં જણાવે છે.
शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ।।
અર્થ : હું શુદ્ધાત્મ દ્રવ્ય છું. શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે. હું બીજો કોઈ નથી, ને મારું બીજું કશું નથી... આવું ચિંતન-સંવેદન એ મોહને હણનારું તીક્ષ્ણ અસ્ત્ર છે.
આના પર વિચાર કરીએ તો જણાય છે કે, હું શ્રીમંત. રૂપવાનું.. આ બધું મોહે જીવને ઊંધું સમજાવેલું છે, એટલે કે શ્રીમંતાઈ, સુંદર રૂપ વગેરે જીવનું સ્વરૂપ નથી... અને છતાં જીવને એવા સ્વરૂપવાળો માનવો એ મોહે ભણાવેલાં ઊઠાં છે. જે પોતાનું સ્વરૂપ નથી એને પોતાના સ્વરૂપ તરીકે માનવું એ મોહનો મંત્ર બને એ તો બરાબર. પણ તો પછી એની સામે જીવનું જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે કે હું જ્ઞાનમય છું.” “અરૂપી છું” વગેરે... એને મોહ પર વિજય મેળવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org