________________
૫૪૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
જ ને...’ આવું ભાસવા છતાં, ક્ષમાની સિદ્ધિ પામેલા જીવને, આવી વિષમ સ્થિતિ પણ ક્રોધના નિમિત્ત તરીકે ભાસે જ નહીં, એટલે જ પ્રાણાંત ઉપસર્ગ વગેરે જે વ્યવહારને આખી દુનિયા ગુસ્સાના કારણ તરીકે માન્ય કરે છે એને પણ કર્મસત્તા ક્રોધના કારણ તરીકે માન્ય કરતી નથી, ને એવા વર્તન સામે પણ ક્ષમાની જ અપેક્ષા રાખે છે. ક્રોધનો વ્યવહાર કરનાર અગ્નિશર્મા વગેરે કોઈને પણ એ સજા કરે જ છે. સ્વકીય જીવનમાં ભલે કદાચ ભયંકર ઉપસર્ગ ન આવ્યો હોય, છતાં જો એવો કોઈ ઉપસર્ગ આવે તો પણ, ક્રોધ તો કરે નહીં... પણ ક્રોધ કરવાનો વિચાર સુદ્ધાં ન આવે... એવા અવસરે પણ ક્ષમા જ કર્તવ્ય ભાસે... મનની આવી કેળવણી કરનારો જ ક્ષાયિક ક્ષમા સુધી પહોંચી શકે છે.
સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મુંબઈ–બાબુલનાથ શ્રેયસહોલમાં શિબિરનાં પ્રવચનો સાંભળેલા એક યુવાનને અમેરિકા જવાનું થયું. વેલક્વોલિફાઈડ હતો. ધીખતી કમાણી હતી... પણ હજુ ત્રણ વર્ષ થયેલા ને એના દ્વારા એક મહિલાને કારની અડફેટ લાગી... સામાન્ય ઈજા થઈ... પણ આ તો અમેરિકન પ્રજા ને અમેરિકન કાયદો... સ, બાપ ડ્રાઇવિંગ કરતો હોય ને દીકરાને ઈજા થાય, તો પણ વળતરનો ક્લેઈમ કરવામાં સંકોચ નહીં... ક્ષમા કરવાના કોઈ સંસ્કાર જ ગળથૂથીમાંથી નહીં. એ મહિલાએ કોર્ટમાં ક્લેઈમ કર્યો. યુવકના વકીલે બધી વાત જાણી. એણે યુવકને સલાહ આપી... ‘તમે હજુ અમેરિકામાં નવા નવા છો. અહીંનો કાયદો જંગલી છે. તમને રસ્તા પર લાવી દેશે. એટલે, હું તમને કહું છું એ પ્રમાણે કોર્ટમાં તમે બોલજો... તો બચી જશો.’ આ તો જૂઠ બોલવાની વાત હતી... યુવકે ઇનકાર કર્યો... એ વકીલને છે કે - ‘હું જૂઠું બોલીશ નહીં (I will not speak a Lie) એમ નહીં, હું જૂઠું બોલી શકીશ જ નહીં... (I cannot speak a lie).. યુવક એની પત્ની સામે જુએ છે... એ પણ કહે છે કે – ‘ભલે પૈસેટકે સાવ ખતમ થઈ જઈએ... ને ભારત ભેગા થઈ જવું પડે... પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org