________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
ચાલવાથી કૉલેસ્ટ્રોલ ઘટશે ને આરોગ્યને લાભ થશે. આ પ્રમાણે ડૉક્ટરે કહ્યું હોય ને એનું પ્રણિધાન ઊભું થઈ ગયું હોય, તો ક્યારેક ખોટે રસ્તે ચઢી જવાથી અંતર વધી જાય, તો પણ એટલો અફસોસ અનુભવાતો નથી, ને ચાલો એટલું કૉલેસ્ટ્રોલ ઘટશે... એમ સમાધાન કેળવાઈ જાય છે... આ પ્રણિધાનનો પ્રભાવ છે... ગોચરી મળી.. તો સંયમવૃદ્ધિ... ન મળી તો તપોવૃદ્ધિ... સમાધાન કેળવવાનું પ્રણિધાન હોય તો સંકલેશને સ્થાન જ નહીં.
૫૦૦
પોતાનું વાહન ડેમેજ ન થઈ જાય એવું પ્રણિધાન ડ્રાઈવરને કેવો કાળજીવાળો બનાવે છે. રસ્તો ખરાબ હોય, ક્યારેક ડાબે તો ક્યારેક જમણે ખાડા-ટેકરા કે પથરા આવતા હોય તો દરેક વખતે એ બધું ટાળવાની... ને એ ટાળવા માટે વાહનને ગોમૂત્રિકા આકારે ડાબે-જમણે ફેરવ્યા કરવાની તેમજ જરૂર પડ્યે બહુ જ સાંકડી જગ્યામાંથી પસાર થવાની અખૂટ ધૈર્યવાળી સાવધાની એ પ્રણિધાનનો ચમત્કાર છે.
{
૧૨ કિ.મી.નો પણ મસ્તીથી વિહાર કરનાર મહાત્માને ૧૦ કિ.મી. સમજીને નીકળ્યા હોય, ને ૧૨ કિ.મી. નીકળે ત્યારે છેલ્લા બે કિ.મી. કેવી રીતે કપાય ? કેમ કઠિન પડે છે · કારણ કે એ ચાલવાનું પ્રણિધાન બન્યું નથી. આયંબિલમાં બધી જ લૂખી વાનગીઓ મસ્તીથી ખાઈ શકનારાને એકાસણમાં માત્ર રોટલી લૂખી પીરસો... કેમ ઊંચો નીચો થઈ જાય છે ? કારણ કે એકાસણામાં લૂખું ખાવાનું પ્રણિધાન નથી. વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂરી કરવાના પ્રણિધાનવાળો તપસ્વી પાછલી લાંબી લાંબી ઓળીખો... વચ્ચે તાવ વગેરે આવે... ખૂબ અશક્તિ લાગે... બીજાઓ પારણું કરી દેવાનો આગ્રહ કરતા હોય તો પણ ખેંચી-ખેંચીને આયંબિલ કરીને પણ ઓળી પૂરી કરશે... પણ ૧૦૦ ઓળી પૂરી થઈ ગયા પછી ? તિથિએ એક આયંબિલ કરતાં પણ કરું કે ન કરું ? એમ વિચાર આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org