________________
૫૮૩
બત્રીશી-૧૦, લેખાંક-૬૧
આમ, નક્કી થયું કે અચરમાવર્તમાં ભવ્યજીવને પણ, સહકારીયોગ્યતા ન હોવાથી યોગમાર્ગ સંભવતો નથી. પણ એ ચરમાવર્તમાં સંભવે છે. માટે ચરમાવર્તને નવનીતવગેરે તુલ્ય મનાય છે. જેમ ઘી પરિણામ માટે નવનીત-દહીં-દૂધ વગેરે છે એમ યોગપરિણામ માટે ચરમાવર્ત છે.
પ્રશ્ન : નવનીતવગેરે તો ખુદ ઘીરૂપે પરિણમે છે. એમ શું ચરમાવર્ત પોતે યોગરૂપે પરિણમે છે? પ્રશ્નનો આશય એ છે કે યોગ તો આત્માનો એક પરિણામ છે, જ્યારે ચરમાવર્ત તો કાળ છે. છએ દ્રવ્યો ઇતરઅપ્રવેશી છે. તો કાળ એ આત્મપરિણામરૂપે શી રીતે પરિણમે ?
ઉત્તર ઃ તમારો પ્રશ્ન બરાબર છે. એટલે જ ટીકામાં ચરમાવર્તને યોગપરિણામનું કારણ કહેલ છે. આશય એ છે કે ઘી પોતે કાંઈ જીવન નથી. છતાં એ જીવનનું અસાધારણ કારણ હોવાથી ઉપચાર કરીને મૃતમ (વી એ જીવન છે) એમ જેમ કહેવાય છે એમ શરમાવર્ત યોગપરિણામનું કારણ હોવાથી ઉપચાર કરીને યોગપરિણામરૂપ કહી શકાય છે. ને ઘી જેમ નવનીતાદિથી કથંચિઅભિન્ન હોય છે, એમ યોગ પરિણામ પોતાના ઉપાદાનકારણથી કથંચિઅભિન્ન હોવાથી ચરમાવર્તને નવનીતાદિતુલ્ય કહી શકાય છે.
પ્રશ્નઃ કાર્ય કે કારણનો ક્રમશઃ કારણ કે કાર્ય તરીકે ઉલ્લેખ થતો તો જામ્યો છે, પણ નિમિત્તકારણનો ઉપાદાનકારણ તરીકે આ રીતે ઉલ્લેખ થઈ શકે ?
ઉત્તર : જ્યારે અસાધારણકારણ જણાવવું હોય ત્યારે થઈ શકે. જેમકે ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલીના મૂળગ્ર ન્થ કારિકાવલીની મંગળકારિકામાં, સંસારરૂપીવૃક્ષના સર્જક તરીકે (=નિમિત્તકારણ તરીકે) માનેલા ઈશ્વર શ્રીકૃષ્ણને બીજ' તરીકે જણાવ્યા છે. અથવા, જેઓ કાળને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org