________________
૫૨૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
સ્થાને ધંધા માટે, ઉઘરાણી માટે કે વિદ્યાર્થી ભણવા માટે હોંશથી જાય છે... ને દેરાસર-ઉપાશ્રય કે પાઠશાળા થોડા પણ દૂર હોય તો જાય નહીં... મુખ્ય રેલવે પર કે હાઈવે પર ન હોય એવા તીર્થમાં જનારા યાત્રાળુઓ કેટલા ?
ડાયાબીટીસના દર્દીને ડૉક્ટર મિઠાઈ છોડાવે, ચા પણ ફીકી પીવાનું કહે ત્યારે એ બહારગામની છૂટ નથી માગતો... પણ રાત્રીભોજનત્યાગ કે કંદમૂળ ત્યાગની વાતમાં એ બહારગામની છૂટ માગે છે. બહારગામનું ક્ષેત્ર, સાકર ત્યાગ માટે વિઘ્નરૂપ નથી, રાત્રીભોજન ત્યાગ માટે વિઘ્નરૂપ.
હોય ભાઈ! ધંધો છે...રોજના ૨-૩ કલાક આવવા જવાના કાઢવા ય પડે... ને ટ્રેનમાં - બસમાં ભીંસાવું - પીસાવું ય પડે... ધોમધખતા તડકામાં રખડવું ય પડે...’ આવું બધું બોલનાર ચિત્ત એ પૈસાધંધા અંગે ‘વિઘ્નજય’ છે. ને ‘મહારાજ સાહેબ ! દેરાસર એક કિ.મી. દૂર છે, રોજ જવું - આવવું ન ફાવે...' આવું બોલનારને પૂજા માટે મામૂલી અંતર પણ વિઘ્ન છે. ને પૈસા - ભણતર માટે લાંબુ અંતર પણ ‘વિઘ્ન’ નથી.
શંકા - દુકાન ગમે એટલી દૂર હોય, ધંધો તો કરવો જ પડે ને! સ્કુલ ગમે એટલે દૂર હોય કે બસ-ટ્રેન બે ત્રણ વાહન બદલીને જવું પડતું હોય, ભણવું તો પડે જ ને !
સમાધાન - બસ, આ જ તો વિઘ્નજય છે. દેરાસર જવામાં ગમે એટલી મુશ્કેલી પડે, પૂજા તો કરવી જ પડે ને, ચિત્ત જો આવું બોલતું હોય તો વિઘ્નજય, પણ દેરાસર જવામાં બહુ તકલીફ છે, પૂજા કેમ થાય? આવું જો ચિત્ત કહેતું હોય તો ‘વિઘ્ન’ છે જ.
આયંબિલખાતું થોડું દૂર છે એટલે એકાસણું જ કરીશું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org