________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૫
૫૧૯
ચાલવાનો અભ્યાસ ઊભો રાખે તો ધીમે ધીમે શરી૨ કેળવાઈ જાય છે, હવે એટલું શ્રમિત નથી થતું, ને પ્રતિક્રમણ ઊભા ઊભા થઈ શકે છે. એટલે એ ૫ કિ.મી.નો વિહાર વિઘ્નરૂપ ન રહ્યો... એટલે વિદ્મજય થયો. છતાં હજુ ૧૦ કિ.મી.માં થાકી જ જાય છે.. પણ અભ્યાસ જારી રાખતા એટલું પણ સામર્થ્ય કેળવાઈ જાય એટલે હવે એ પણ ‘વિઘ્ન’ રૂપ ન રહે.
થોડોક પણ આસપાસ અવાજ થતો હોય ને ચિત્ત વ્યાક્ષિપ્ત થઈ
જાય, ભણી ન શકાય... તો એ વિઘ્નરૂપ... છતાં, પ્રયાસપૂર્વક ભણવાનું ચાલુ રાખે તો ધીમે ધીમે એવી પરિસ્થિતિમાં ટેવાઈ જાય. આ એક જાતનું પરિકર્મ છે. એટલે હવે આટલો સામાન્ય અવાજ વિક્ષેપ કરી શકતો નથી એ વિઘ્નજય. આમાં આગળ વધતાં વધતાં ભારે કોલાહલની વચ્ચે પણ મસ્તીથી ભણી શકે... એવી પ્રગતિ થઈ શકે છે. આ અભ્યાસપ્રયુક્ત વિઘ્નજય છે - આ પરિકર્મસંપન્નતાપ્રયુક્ત વિઘ્નજય છે. આજના કાળના અચ્છા સાધક સુશ્રાવક હિંમતભાઈ બેડાવાળા દેરાસરમાં ભીડના સમયે ભારે કોલાહલ વચ્ચે પણ ૨૦૦-૩૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ બિલકુલ ખલેલ વિના કરી શકતા. આ વિઘ્નજય છે.
‘પ્રતિક્રમણ ઊભા ઊભા જ કરવું જોઈએ..’ ‘સ્વાધ્યાય તો કરવો જ જોઈએ, તો જ મારું આત્મહિત થાય' આવી શ્રદ્ધા પ્રબળ હોય તો જ થોડી થોડી વિષમ પરિસ્થિતિમાં પણ આરાધના ચાલુ રાખી ઉત્તરોત્તર વધારે વિષમ પરિસ્થિતિ પર પણ વિજય મેળવવાનો પ્રયાસ શક્ય બને છે... નહીંતર ‘સ્વાધ્યાય ન કર્યો તો પણ શું ?' એ વિચા૨ સામાન્ય વિષમતામાં પણ સ્વાધ્યાય જ છોડાવી દે ને વિઘ્નજય થાય નહીં. એટલે જ કોઈકને સ્વાધ્યાય અંગે શ્રદ્ધાતિરેક હોય, ને તપ અંગે ન હોય, તો એ વિષમ પરિસ્થિતિમાં પણ સ્વાધ્યાય નહીં છોડે, ને તપ તો જરાકજરાક કારણમાં મૂકી દેશે... તો બીજી તપ અંગે શ્રદ્ધાવાળી વ્યક્તિ વિષમતામાં પણ તપ નહીં છોડે... ને વાત-વાતમાં સ્વાધ્યાયને તિલાંજલી દઈ દેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org