________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ વિઘ્ન જેમ જેમ ચિત્તની વધારે શિથિલતા કરે તેમ તેમ શીઘ્રનાશક બને છે. ત્રીજું વિદ્ન તો વિપરીત પ્રણિધાનકારક હોવાથી તુરંત આશયનાશક નીવડે છે, ને માટે ઉત્કૃષ્ટ વિઘ્ન કહેવાય છે.
૫૧૮
‘વિઘ્નજય’ આશય કેળવવા માટે ત્રણ બાબતો આવશ્યક બને છે. પરિકર્મસંપન્નતા, શ્રદ્ધાતિરેક અને સત્ત્વાતિરેક.
અભ્યાસ દ્વારા શરીરને પરિકર્મિત કરવું પડે છે, એટલે કે કેળવવું પડે છે. જેના કારણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ શરીર સામનો કરી શકે
ટકી શકે એવું બને તથા મન પણ સહનશીલ બને અને તેના કારણે ચિત્તોત્સાહ જળવાઈ રહે. નહિતર કાં તો શરીરનો ત્યાગ કરવો પડે છે ને કાં તો આરાધનાનો ત્યાગ કરવાની નોબત આવે છે. કારણકે શરીર તો એ પરિસ્થિતિમાં ‘આરાધનાની સાથે ટકી શકે' એવું કેળવાયું જ નથી, જેમ કે પુંડરિકમુનિએ સત્ત્વાતિરેક હોવાના કારણે આરાધનામાં સ્ખલના ન આવવા દીધી, પણ એ આન્ત-પ્રાન્ત ખોરાકથી શ૨ી૨ કેળવાયેલું ન હોવાથી ખમી ન શક્યું... ને પ્રાણ છોડવા પડ્યા. જેને ઠંડી-ગરમી સહન ક૨વાનો અભ્યાસ નથી પડ્યો એ થોડી પણ ઠંડી વધે એટલે આકુળવ્યાકુળ થવાનો... કાં તો ધાબળા વગેરેની અપેક્ષા ઊભી થશે ને નહિતર માંદો પડશે... સ્વાધ્યાયાદિ છોડવા પડશે. એટલે તો શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પરિષહો સહેવાના પ્રયોજન તરીકે કર્મનિર્જરા પણ પછી મૂકી. પહેલું પ્રયોજન ‘માર્ગાચ્યવન’ મૂક્યું... (માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિસોઢવ્યાઃ પરીસહાઃ) પરિષહો સહન કરીને જે સહિષ્ણુ નથી બન્યો એ તો જરા પણ વિષમ પરિસ્થિતિ આવી એટલે માર્ગથી = આરાધનાથી વ્યુત થઈ જવાનો... એટલે કે એના માટે એ પરિસ્થિતિ વિઘ્નરૂપ બનવાની જ, વિઘ્નજય નહીં થવાનો.
બહુ જ સુખશીલ રહેલી વ્યક્તિ પાંચ કીલોમીટરનો વિહાર કરે તો પણ એટલો શ્રમિત થઈ જાય કે પ્રતિક્રમણ બેઠાં બેઠાં કરવું પડે. એટલે એને પાંચ કિ.મી.નો વિહાર પણ વિઘ્નરૂપ બન્યો... છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org