________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૫
૫૧૭
પણ વિઘ્નો અલગ અલગ પ્રકારના છે, માટે વિઘ્નજય પણ અલગ અલગ પ્રકારના છે.
છતાં ‘ઉપાધિ’ વસ્તુ જ એવી છે કે જો એ ચિત્તને અસર કરે તો પણ સામાન્યતઃ કાલાન્તરે કરે, એમ ‘વ્યાધિ’ વસ્તુ જ એવી છે કે જો એ ચિત્તને અસર કરે તો સામાન્યતઃ શીઘ્ર કરે... અને આધિ તો શીઘ્રત૨ કરે... માટે એ અપેક્ષાએ વિઘ્નના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ ઉત્તરોત્તર તીવ્રતાની દૃષ્ટિએ પણ કહી શકાય. વિશ્ર્વના ત્રણ ભેદ હોવાથી વિઘ્નજયના પણ જઘન્ય વગેરે ત્રણ ભેદ કર્યા છે.
બીજી એક વાત એ સમજવા જેવી છે કે પ્રવૃત્તિની અટકાયત થાય એટલા માત્રથી પ્રવૃત્તિઆશયનો નાશ થઈ જ જાય એવું નથી, ને તેથી ‘વિઘ્નજય નથી’ એવું પણ નથી. પણ જો ચિત્તનો ઉત્સાહ મોળો પડી જાય, ખતમ થઈ જાય તો જ પ્રવૃત્તિઆશયનો નાશ થયો કહેવાય, અને તો પછી ‘વિઘ્નજય’ આશય ન હોવાથી વિવક્ષિત પરિસ્થિતિ ‘વિઘ્ન’ રૂપ બને. એટલે રોગાદિ અવસ્થાના કા૨ણે બેઠા બેઠા પ્રતિક્રમણ કરે, છતાં સૂત્રોમાં ઉપયોગ રાખે. બે હાથ જોડવાનો ઉત્સાહ ઊભો રાખે (ટૂંકમાં શક્ય હોય તે બધું જ કરે ને એ રીતે ચિત્તોત્સાહને જાળવી રાખે) તો ‘વિઘ્નજય’ છે જ. એટલે જ દેવલોકને વિશ્રામ કહ્યો.. પણ ધર્મસ્થાનનો ભ્રંશ ન કહ્યો. અહિંસા વગેરે ધર્મસ્થાનમાં આગેકૂચ અટકે છે, પણ પીછેહઠ નથી થતી, માટે ભ્રંશ નહીં, ને માટે દેવલોક વિઘ્નરૂપ નહીં... પણ જો પ્રવૃત્તિ કે પ્રગતિ અટકે (પછી ભલે ને પીછેહઠ ન થાય) એને પણ સ્ખલના રૂપે લેવાની વિવક્ષા હોય તો એને વિઘ્નરૂપ સમજવો જ જોઈએ.
ઉપાધિ વગેરે વિઘ્ન ચિત્તની થોડી પણ શિથિલતા કરે તો પ્રવૃત્તિમાં પણ શિથિલતા આવે જ, જે પરિણામે આશયનાશક નીવડે છે. એટલે જ થોડોપણ અતિચાર પ્રણિધાન અને પ્રવૃત્તિઆશય માટે ખતરારૂપ છે, તેથી નિદ્રા વધારે કરે તો ૧૪ પૂર્વ ચાલી જાય એવું બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org