________________
૫૧૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ વિધ્વજય આશયના આ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદો એ માત્રાની અપેક્ષાએ નથી, પણ પ્રકારની અપેક્ષાએ છે. અર્થાત્ જેમ શ્રુતજ્ઞાનના અક્ષરગ્રુત - અનક્ષરગ્રુત વગેરે ભેદો પ્રકારની અપેક્ષાએ છે, અને પર્યાયશ્રુત - પર્યાયસમાસમૃત વગેરે ભેદો માત્રાની અપેક્ષાએ છે. એટલે કે જેમ જેમ શ્રુતજ્ઞાનની માત્રા વધતી જાય તેમ તેમ ઉપર ઉપરનો ભેદ આવતો જાય એવું પર્યાયશ્રુત - પર્યાયસમાસકૃત વગેરે ૨૦ ભેદોમાં થાય, પણ અક્ષરશ્રત - અનલરકૃત વગેરે ૧૪ ભેદોમાં નહીં, કેમકે એ ૧૪ ભેદો શ્રતની ઓછી-વત્તી માત્રાને કારણે નથી, પણ જુદા જુદા પ્રકારના કારણે છે. અથવા જેમ ગૃહસ્થોના લાખોપતિ, કોટ્યાધિપતિ, અબજોપતિ.. આ ભેદી સંપત્તિની માત્રા (પ્રમાણ)ની અપેક્ષાએ છે. એટલે સંપત્તિ વધવા પર લક્ષાધિપતિ જ કોટ્યાધિપતિ બને છે ને ઓર સંપત્તિ વધવા પર એ જ અબજોપતિ બને છે. પણ તપસ્વી, દાનેશ્વરી, ક્રિયાશીલ. આ બધા ભેદો માત્રાની અપેક્ષાએ નથી ને તેથી તપસ્વી જ તપ વધતા દાનેશ્વરી બની જાય એવું નથી. પણ આ ભેદો પ્રકારની અપેક્ષાએ છે. એટલે લક્ષાધિપતિ ન હોય એ કોધિપતિ ન જ હોય એવો નિયમ હોવા છતાં તપસ્વી ન હોય એ દાનેશ્વરી ન જ હોય એવો નિયમ નથી. દાનેશ્વરી હોય ને તપસ્વી ન હોય એવું બની શકે છે.
એમ મધ્યમવનજય આશય પ્રકટ થયો હોય ને છતાં જઘન્યવિધ્વજય આશય પ્રકટ ન થયો હોય એવું પણ બની શકે છે. શારીરિક પ્રતિકૂળતા ગમે એટલી હોય તો પણ સહન કરી લે ને આરાધના ન છોડે, એવો સાધક પણ સહવર્તી જરાક વાંકુ બોલે તો અપમાન લાગી જાય ને તેથી આરાધના છોડી દે.. આવું પણ જોવા મળે છે. અર્થાત્ મધ્યમવિશ્ન પર જય મેળવ્યો, ને જઘન્યવિપ્ન સામે ઝુકી ગયા.
માટે આ નિશ્ચિત જાણવું કે, ઉત્તરોત્તર ત્રણ વિજ્ઞ પાવરફુલ છે ને તેથી એના વિધ્વજયઆશયો ઉત્તરોત્તર વધારે પાવરફુલ છે એવું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org