________________
४७८
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ વાત આ છે - વિષયો વિષ કરતાં પણ ભયંકર છે, દારૂણ વિપાકવાળા છે. ક્યાંય તૃપ્તિ કરનારા તો નથી, પણ તૃષ્ણાને વધારનારા જ છે. વગેરે જાણકારી હોય, ને એના આધારે અસરકારક વર્ણન કરી શકતા હોય ને છતાં પોતાની સમક્ષ આકર્ષક વિષયો આવે એટલે દિલમાં કંઈક ચહલપહલ મચી જાય ભોગવી લેવા માટે મન લાલાયિત થયા કરે... વૈરાગ્ય તો ક્યાંય સંવેદાય નહીં, ઇન્દ્રિયવશ બની વિષયો ભોગવી લીધા પછી પણ પશ્ચાત્તાપ ન જાગે.. કદાચ એવું બને કે વિષયવિલાસના દારૂણ - વિપાકો જે સાંભળ્યા – યાદ રાખ્યા હોય તેને યાદ કરી કરીને પશ્ચાત્તાપ ઊભો કરવો પડે. (અર્થાત્ પશ્ચાત્તાપ અંદરથી જાગતો નથી. પણ પ્રયતપૂર્વક વિચારી વિચારીને ઊભો કરવો પડે છે.) જો આવી પરિસ્થિતિ હોય તો સમજવું પડે કે વૈરાગ્યનો બોધ જાણકારીના સ્તર પર છે, પણ સંવેદનાના સ્તર પર નથી... આવું જ અનેક બાબતોમાં જોવા મળશે. “ભય શું રાખવાનો ? જે થવાનું હોય તે થાય જ છે...” ભય રાખવાથી તો ડગલે ને પગલે, વગર કારણે પણ હેરાન થયા કરવાનું છે... વગેરે નિર્ભયતાની એવી જાણકારી હોય ને એવી એવી વાતો કરે કે શ્રોતા પણ ભયને તિલાંજલી આપી નિર્ભય બની જાય. પણ પોતાની હાલત પૂછો તો રાત્રે એકાંતમાં કંઈક અવાજ થાય. ને શરીરમાં ભયની ધ્રુજારી ફરી વળે... દિલની ધડકન વધી જાય. માથાના વાળ ઊંચા થઈ જાય.. એટલે... નિર્ભયતાની જાણકારી છે પણ સંવેદના નથી, પ્રતીતિ નથી.. એમ માનવું પડે.
મિઠાઈ ખાવાથી શું શું તકલીફ પડે એનો ડાયાબીટીસના દર્દીને ડૉક્ટર પાસેથી મેળવેલી માહિતીના આધારે જે બોધ હોય તે પ્રારંભે જાણકારીના સ્તર પર હોય છે. તેને તેથી મિઠાઈના ત્યાગનો નિર્ણય એવા દઢ સંકલ્પ રૂપ ન હોય...) પણ પછી એક વાર મિઠાઈ ખાય, ને સુગર વધી જવાથી પડતા ત્રાસને સ્વયં અનુભવી લે. હવે એને મિઠાઈ ખાવાથી થતી મુશ્કેલીઓનો જે બોધ તે સંવેદનાના સ્તર પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org