________________
૫૩૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ફરતા વાનો દુખાવો મુલાકાત લે ત્યારે રાત્રીની રાત્રીઓ ભારે વેદના ચાલે. ને એ તીવ્ર વેદનામાં પણ આખી રાત કમ્મપયડી વગેરેનો સ્વાધ્યાય કરનારા સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા ખાંસી–ઉધરસ અને શ્વાસ રોજના થઈ ગયા હોવાથી એકબાજુ એ ચાલે ને છતાં બીજીબાજુ મોડી રાત સુધી જ્ઞાનસાર વગેરેનો મોઢેથી બોલીને સ્વાધ્યાય નિયમિત ચાલુ રાખનારા સ્વ. પૂ. રતાંશવિજય મ., સ્વ. પૂ. ધર્મઘોષ વિ. મ. વગેરે નજીકના ભૂતકાળના સુંદર ઉદાહરણો છે.
એ જ રીતે વર્ધમાન તપની લાંબી લાંબી ઓળીઓમાં કે ૫00 સળંગ આયંબિલ વગેરે તપશ્ચર્યામાં પાછલા દિવસોમાં શારીરિક પ્રતિકૂળતાઓ વેઠવા છતાં તપશ્ચર્યા ચાલુ રાખનારા તપસ્વીઓ પણ મધ્યમવિધ્વજયના સુંદર ઉદાહરણ છે. ૧ માળ ચઢવા માટે પણ લીફટની રાહ જોનાર કેટલાય શ્રાવક-શ્રાવિકા ગિરિરાજની યાત્રા તો ચડીને જ કરવી છે એવા પ્રબળ પ્રણિધાનના પ્રભાવે, ભલેને ત્રણ કલાક લાગે, પણ ચડીને જ યાત્રા કરે છે, ડોળી કરતા નથી. હાંફ ચઢી જાય, પગના સાંધા દુઃખવા માંડે, પગ ઉપડે જ નહીં, તડકો માથે ચઢી જાય, પસીનો પસીનો થઈ જાય, ડગલે ને પગલે બેસી જવું પડે... આવી ઢગલાબંધ તકલીફો પણ એની યાત્રાને અટકાવી શકતી નથી, આ પણ મધ્યમવિધ્વજય છે.
હવે ત્રીજો ઉત્કૃષ્ટવિધ્વજય (દિમોહ વિનય) આશય વિચારીએ.
- ઉત્કૃષ્ટ વિજય : પથિકને પૂર્વ દિશાને પશ્ચિમ સમજી લેવી વગેરે રૂપ દિશા અંગેની ભ્રાન્તિ થાય એ દિગ્મોહ છે. આ દિગ્મોહ થયે, બીજા પથિકો એને વારંવાર પ્રેરણા કરે કે “ચાલ ભાઈ ! ચાલ, કેમ અટકી જાય છે?” તો પણ એને ચાલવાનો ઉત્સાહ થતો નથી. એટલે કે આ દિગ્યોહ ગમનમાં વિઘ્નરૂપ બન્યો. પણ જો “આ પૂર્વ દિશા જ છે' એવું અથવા “આ માર્ગ જ મને મારા ગન્તવ્ય સ્થળે લઈ જશે. એવું સમ્યગુજ્ઞાન પોતાની મેળે થઈ જાય કે અન્ય પથિકો એ પ્રમાણે જ કહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org