________________
બત્રીશી-૧૦, લેખાંક-૪૯
૪૫૩ હોય છે... આ ઇહ-પરલોકસંબંધી સ્પૃહા પણ અંતરાત્માની મલિનતા છે. એટલે લોકઆરાધન માટે ન હોય, પણ આ ભૌતિક સુખ આરાધના માટે પણ સર્જિયા હોય ને?
સમાધાન - હા હોય. લોકઆરાધન જે કહેલ છે એના ઉપલક્ષણથી આ ભૌતિક સુખ આરાધન પણ લઈ લેવું. છતાં ઘણું ખરું લોકારાધનદષ્ટિ હોય છે, માટે એનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો છે.
શંકા - તદ્ધતુઅનુષ્ઠાનવાળાને મોક્ષની ઇચ્છા છે નહીં. એટલે અન્ય ઇચ્છા તરીકે ક્યારેક લોકારાધનદૃષ્ટિ પણ હોય શકે. તો એને પણ લોકપંક્તિ કહેવાય ને?
સમાધાન - હા, લોકપંક્તિ કહેવાય. પણ આંતરિક યોગ્યતા હોવાના કારણે એ લોકપંક્તિ બહારની = ઉપરઉપરની હોય છે. આમ લોકપંક્તિ બાહ્યકક્ષાની હોવાથી અપ્રધાન - ગૌણ હોય છે. .
સામાન્યથી ધર્માત્મક સ&િયા કલ્પવૃક્ષ-ચિન્તામણિરત્નકામધેનુ.. વગેરે કરતાં પણ અધિક હોય છે. પણ ભવાભિનંદીજીવ આવી મહિમાવંતી ધર્મક્રિયા કરતાં પણ લોકને પ્રધાન કરે છે. એટલે મહાન ધર્મક્રિયામાં અલ્પત્વનો બોધ હોવાના કારણે એની ધર્મક્રિયા કેવળ નિષ્ફળ જ બની રહે છે એમ નહીં, પણ વિપરીત ફળાવહ બની રહે છે, દુરંતસંસારનો અનુબંધ = પરંપરા ચલાવનારી બની રહે છે. એટલે કે એટલા અનંતાદિકાળમાં સંસારમાં ભોગવવા યોગ્ય કર્મના અનુબંધ ઊભા કરનારી બને છે. આ અંગેની વિશેષ વિચારણા આગળ વિષાનુષ્ઠાન વગેરેના વિચાર વખતે કરીશું.
ભવાભિનંદીજીવ લોકપંક્તિ માટે ધર્મ કરે છે અને તેથી એ ધર્મક્રિયા વિપરીત ફળ આપનારી બને છે એ વાત જોઈ. પણ જો કોઈ ધર્માત્મા ધર્મ માટે લોકપંક્તિમાં આદર કરે તો એ શુભ પણ બને છે. આશય એ છે કે જેણે ધર્મને પરિણમાવ્યો છે. ને તેથી પોતે ધર્મસાધનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org