________________
૪૫૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ રમમાણ છે એને ધર્મઆરાધનામાં એવો આનંદ આવે છે, એવું કલ્યાણ ભાસે છે કે જેથી બીજાઓ પણ આ ધર્મ પામે એવી શુભભાવના એના દિલમાં જાગ્રત થાય છે. આવો ભાવનાશીલ અને એ માટે પ્રયત્નશીલ એવો પણ ધર્માત્મા જો લોકપ્રિય ન હોય, ઉપરથી લોકમાં અપ્રિય હોય તો એ લોકોને એ સમ્યકત્વાદિ રૂપ મોક્ષબીજાત્મક ધર્મ પમાડી શકતો નથી. એની અપ્રિયતા જ લોકોને એનાથી દૂર રાખે છે. ક્યારેક સામે ચાલીને એ લોકની વચમાં જાય ને ધર્મ સમજાવવાનો પ્રયાસ કરે તો પણ, અપ્રિયતાના કારણે લોકદિલમાં એના માટે પેદા થયેલી સૂગવિરોધની લાગણી નથી એની વાત ધ્યાનથી સાંભળવા દેતી કે નથી એના પર વિચાર કરવા દેતી. પછી ધર્મપ્રાપ્તિ શી રીતે થાય? વળી મોટે ભાગે આ લોકની અપ્રિયતા લોકનિન્દકાર્યોના કારણે કે લોકવિરોધના કારણે કે ક્રોધ-ભારેકૃપતા વગેરે વ્યક્ત દોષના કારણે થયેલી હોય છે. એટલે સામાન્યથી લોક એના આ નિન્દકાર્યો વગેરેને વખોડવાની સાથે એને અને એના ધર્મને પણ વખોડે છે. આ ધર્મનિન્દાના કારણે લોક બોધિદુર્લભ બને છે. પછી સાંભળવા-સમજવા છતાં બોધિપ્રાપ્તિ થવી શક્ય રહેતી નથી.
આના બદલે ધર્માત્મા જો લોકપ્રિય હોય તો લોકોના દિલમાં એના પ્રત્યે પ્રીતિ-આદર હોવાથી એની વાતોને પ્રેમથી સાંભળે છે, સમજવાનો પ્રયાસ કરે છે અને એની વાત સ્વીકારવામાં ગૌરવ માને છે. તેથી તેઓને ધર્મપ્રાપ્તિ સંભવિત બને છે. માટે લોકપ્રિયતા જરૂરી છે. પણ જે લોકની સાથે ભળે નહીં, અતડો રહે, લોકોને ખુશ કરે નહીં એ શી રીતે લોકપ્રિય બની શકે ? એટલે ધર્માત્માએ લોકચિત્તને આરાધવું પણ જરૂરી બને છે અને તેથી એ અવસરે લોકચિત્તની આરાધના માટે પણ દાનાદિ ધર્મ કરે છે. આ પણ લોકપંક્તિ જ છે. તેમ છતાં એ શુભાનુબંધ પાડનારી હોવાથી શુભ છે. આમ ધર્મ માટે = ધર્મ પમાડવા માટે દાન-સન્માનપ્રિયમધુરવાણી વગેરે રૂપે થતી લોકપંક્તિ શુભ માટે થાય છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org