________________
૫૦૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
આનંદ માનવો...એ બ્રહ્મચર્ય... એટલે આમાં પુદ્ગલની રમણતા તોડવાનું આવે જ. એટલે જ, અબ્રહ્મ અંગેની કોઈ વાત ન હોવા છતાં, શબ્દ-રૂપ વગેરેમાં રાગ-દ્વેષ કરવા રૂપ પ્રવિચારણાને પણ બ્રહ્મચર્યના અતિક્રમ તરીકે જણાવી છે. એટલે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે, પાંચે ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં મનને પરિણત કરવું નથી. એવું પ્રણિધાન મનને આપ્યું હોય તો પુદ્ગલની પરિણતિથી ઘણું બચી શકાય.
ક્ષમા-નમ્રતા વગેરે દસવિધ શ્રમણધર્મ સિદ્ધ કરવા એ મારી સાધના છે.... ને આ સાધના માટે જ મેં મારો બધો સંસાર છોડ્યો છે... અવસરે અવસરે આવો ઉપયોગ મનને આપ્યા કરવામાં આવે.. એમ ઈર્યાસમિતિ... વગેરેનો ઉપયોગ આપ્યા કરવામાં આવે તો સંયમપાલન વધુ યત્નાતિશયવાળું બને જ.
ચંડકૌશિકનો પ્રચંડ ક્રોધ નાશ પામી ક્ષમાની પ્રાપ્તિ અલ્પકાળમાં થઈ એમાં એનો તીવ્ર યત્નાતિશય હતો.
જ્ઞાનાવરણકર્મના પ્રબળ ઉદયના કાળમાં માષતુષમુનિના આદરપૂર્વકના સાતત્યભર્યા યત્નાતિશયે જ્ઞાનાવરણ કર્મનો સંપૂર્ણ ભુક્કો બોલાવી કેવળજ્ઞાનની ભેટ ધરી.
પ્રયત્નમાં ઇતિકર્તવ્યતાશુદ્ધિ ન હોય કે ઔત્સુક્ય વગે૨ે દોષ હોય તો અતિશય આવી શકતો નથી. ને તેથી યત્નાતિશયના કારણે ચિત્તની જે સ્થિ૨પરિણતિ - એકાગ્રતા પ્રગટવી જોઈએ એ પ્રગટતી નથી. પ્રસ્તુત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રન્થમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો પ્રકૃતસ્થાનમાં યત્નાતિશયથી ઉત્પન્ન થયેલી ને અધિક યત્નાતિશયને ઉત્પન્ન કરનારી, અન્યાભિલાષરહિત ચિત્તની એવી સ્થિર પરિણતિને જ પ્રવૃત્તિઆશય તરીકે જણાવેલ છે. યત્નાતિશયથી એકાગ્રતા આવે છે ને એકાગ્રતાથી યત્નાતિશય વધે છે. એમ ઉત્તરોત્તર બંને વધતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org