________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૮
૫૪૫
આમ વિઘ્નજયઆશયની વિચારણા પૂર્ણ થઈ. હવે સિદ્ધિ આશયની વિચારણા આગામી લેખમાં જોઈશું.
ગયા લેખમાં વિઘ્નજયઆશયની વિચારણા પૂર્ણ કરેલી. એટલે હવે આ લેખમાં ક્રમપ્રાપ્ત સિદ્ધિ આશયને વિચારીએ
લેખાંક
૫૮
અહિંસા, ક્ષમા વગેરે ધર્મસ્થાનનો પોતાના આત્મામાં સાક્ષાત્ અનુભવ એ સિદ્ધિ આશય છે.
‘હિંસા કરાય નહીં’ એમ નહીં - (અર્થાત્ ‘બીજાને પીડા પહોંચાડાય નહીં’ એમ નહીં) પણ, ‘હિંસા એ મારા સ્વભાવમાં જ નહીં - ‘બીજાને પીડા પહોંચાડવી એ મારા સ્વભાવમાં જ નહીં’ આવી સ્વયં અનુભૂતિ એ અહિંસાની સિદ્ધિ છે.
‘પરસ્પરોપગ્રહો નીવાનામ્' એકબીજા પર ઉપકાર કરવો. (પણ અપકાર ક્યારેય ન કરવો) આવો જીવસ્વભાવ પોતાનામાં કેળવાયેલો સંવેદાય એ સિદ્ધિ છે. વળી આ સંવેદના સ્વયં હોય છે, અર્થાત્ બીજાના માપક યંત્રો પર નહીં ચાલવાનું, બીજા પાસેથી સાંભળેલું, જાણેલું, વાંચેલું હોય એ નહીં, સ્વયં અહિંસાનો સ્વભાવ સંવેદે એ અહિંસાની સિદ્ધિ છે. એટલે આમાં પોતાનો અનુભવ જ તપાસવો પડે.
આ જ રીતે ક્ષમા વગેરે અંગે જાણવું. ‘ગુસ્સો કરાય નહીં’ એમ નહીં, ‘ગુસ્સો મારો સ્વભાવ જ નહીં' આવી બીજા પાસેથી મેળવેલી જાણકારી પણ નહીં... પણ, ક્ષમાના સ્વભાવવાળા તરીકે જ પોતાની સંવેદના થાય એ ક્ષમાની સિદ્ધિ છે. ગ્રન્થકાર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે આ માટે આત્મન આત્મના સંવિત્તિ: એવા શબ્દો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org