________________
બત્રીશી-૧૦, લેખાંક-૪૮
૪૩૯
મુખ્યત્વ કહ્યું છે. અચ૨માવર્તવર્તી જીવની ધર્મક્રિયા મોક્ષાત્મક ફળજનન પ્રત્યે વિલંબ ધરાવે છે, માટે મુખ્ય ન હોવાથી ‘યોગ’ નથી.
[જે આંતરિકભાવોત્પાદક હોય કે એવા ભાવથી સહષ્કૃત હોય તે મુખ્યહેતુ કહેવાય છે. જ્યાં આંતરિકભાવ ઉપેક્ષિત હોય, અથવા એ ભાવથી વિપરીતભાવ હોય તો એ ધર્મક્રિયા અહેતુ કહેવાય છે. તે તે ધર્મક્રિયાકાળે આંતરિકભાવ કેવા જોઈએ એ અજ્ઞાત હોય તો એ પ્રવૃત્તિ ગૌણહેતુ કહેવાય છે એ જાણવું.]
શંકા - ચરમાવર્ત તો એક પુદ્ગલપરાવર્ત જેટલો અનંતકાળ છે. એ ક્યાં નાનો છે ? તેથી, એટલા અંતરે ફળોત્પાદ કરનાર ધર્મક્રિયા પણ વિલંબવાળી છે જ, પછી યોગ શી રીતે ?
સમાધાન અનંતકાળ હોવા છતાં ચરમાવર્ત જેટલું અંતર વિલંબરૂપ ગણાતું નથી. યોગબિન્દુમાં કહ્યું છે કે - ‘ચરમાવર્તવત્ જીવને મુક્તિ નજીક જ છે. કારણ કે અનાદિ સંસારમાં ઘણા-ઘણા-ઘણા પુદ્ગલપરાવર્ત પસાર થઈ ગયા છે, ત્યારે એની અપેક્ષાએ આ એક છેલ્લો પુદ્ગલાવર્ત એ કાંઈ જ નથી.' માટે ચ૨માવર્ત જેટલા વિલંબને વિલંબ તરીકે ગણાતો ન હોવાથી વિના વિલંબે ફળજનન કહી શકાય છે.
અચરમાવર્તમાં બાહ્ય ધર્મ હોય, અંતરંગ ધર્મ ન હોય. અચરમાવર્તમાં થતી ધર્મક્રિયા પુણ્યહેતુ બને જ છે, પણ ગુણહેતુ ન બનતી હોવાથી મોક્ષનું કારણ પણ નથી બનતી. અંતરંગધર્મ હોય તે ગુણહેતુ બનવા દ્વારા મોક્ષહેતુ બને છે, વળી એ પણ પુણ્યહેતુ તો હોય જ છે.
શંકા - પુણ્યને પણ ઉપાદેય કહેલ છે. એટલે જો અચ૨માવર્ત વર્તી જીવની ધર્મક્રિયા પુણ્યહેતુ બને છે તો એ જીવોને ઉપદેશ માટે યોગ્ય કેમ નથી કહ્યા ?
સમાધાન - એમની ધર્મક્રિયા મોક્ષમાર્ગરૂપ બની શકતી નથી,
માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org