________________
૫૯૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આચારાંગજીમાં કહ્યું છે કે ઉપાધિ = ચૌદ જીવસ્થાનક વગેરે ઔપાવિકભાવો કર્મથી જ થાય છે. તેથી આત્માની આ વૈભાવિક અવસ્થાઓ અનિત્ય હોવા છતાં આત્મા પોતે નિત્ય છે, કારણકે એ કાંઈ ઉપાધિથી થયેલો નથી.
ઉપાધિ નિમિત્તે થયેલી આત્માની અવસ્થાઓ પણ છેવટે આત્માની જ અવસ્થાઓ છે, જડપુદ્ગલની નહીં. માટે એને આત્મસ્વરૂપ જ માનવી જોઈએ” આવી વાત અશુદ્ધનયે સાચી જ છે. પણ શુદ્ધનયની દૃષ્ટિએ આત્મા અને પુદ્ગલ પોત-પોતાના શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરવામાં જ ચરિતાર્થ થઈ જાય છે. અર્થાત્ આત્મા પોતાના શુદ્ધ ઉપયોગને ઉત્પન્ન કરે છે જે આત્મરૂપ જ છે.. એમ પુદ્ગલદ્રવ્ય પોતાના વર્ણાદિપરિણામોને કરે છે જે પુદ્ગલરૂપ જ છે. પણ આત્મા અને પગલ... આ બેના સંયોગથી જે જીવસ્થાનાદિ પરિણામો થાય છે એ તો મિથ્યા જ જાણવા. કારણ કે ભીંત પર ખડીથી થયેલ સફેદાઈની જેમ એનો બેમાંથી એકેમાં સમાવેશ થઈ શકતો નથી. સફેદાઇને ભીંત માનવી કે ચૂનો? એ ભીંતની નથી એ સ્પષ્ટ છે. નહીંતર તો ચૂનો લગાડવાની જરૂર જ ન રહે. વળી એ ચૂનાની પણ નથી, કારણ કે ચૂનાની કાંઈ એટલી લંબાઈ-પહોળાઈ નહોતી. એટલે બેમાંથી એકેયમાં સમાવેશ ન પામનાર એ જેમ મિથ્યા છે... એમ જીવસ્થાનાદિ આત્મામાં અન્તર્ભાવ થઈ શકતા નથી, કારણ કે શરીરની અવગાહના વગેરે આત્મપરિણામ નથી, એમ એનો પુદ્ગલમાં પણ અન્તર્ભાવ અશક્ય છે, કારણકે તે તે અવસ્થાઓમાં અનુભવાતા જ્ઞાન-સુખ-દુઃખાદિ પુગલના પરિણામ નથી. વળી ધર્માસ્તિકાયાદિમાં એનો સમાવેશ તો કોઈને જ માન્ય નથી. માટે જીએ દ્રવ્યોમાં ક્યાંય પણ સમાવિષ્ટ ન થતા) એ ભાવો શુદ્ધનયની દૃષ્ટિએ મિથ્યા છે એ જાણવું.
એમ તો જીવસ્થાનાદિ પરિણામો જીવદ્રવ્યાદિથી કથંચિત્ અભિન્ન પણ હોય જ છે, (નહીંતર તો “એ જીવના છે' એમ કહી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org