________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૧
૫૯૧ ન શકાય.) અને તેથી જીવ પણ તે તે અવસ્થારૂપ બનતો હોવાથી અશુદ્ધ થાય જ છે. તેમ છતાં શુદ્ધનય-ભેદનય વગેરેની દૃષ્ટિએ આત્માને શુદ્ધ જ કહેવો અને પરિણામોને મિથ્યા કહેવા એ પણ યુક્ત જ છે, કારણ કે દેશના નયપ્રધાન હોય છે. નહીંતર (એટલે કે અશુદ્ધનય કે અભેદનય વગેરેની દૃષ્ટિએ) યોગરૂપે પરિણત થયેલો આત્મા ‘યોગ” તરીકે ઈષ્ટ છે જ. એટલે જ શ્રી ભગવતીસૂત્રમાં ચારિત્રાત્મા, યોગાત્મા, કષાયાત્મા વગેરે આઠ પ્રકારના નિરૂપણ દ્વારા આત્માને જ તે તે ચારિત્ર-યોગ વગેરે પરિણામરૂપે કહેલ છે. એટલે દેશના નયપ્રધાન હોય છે, પણ એકાંતવાદગ્રસ્ત હોતી નથી.
આમ, અભેદનય-દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ યોગપરિણત આત્મા એ યોગ છે, અને ભેદનયની-પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આત્માનો યોગપરિણામ એ યોગ છે. આ રીતે જૈનશાસનમાં બતાવેલ યોગના સ્વરૂપને જાણીને, મોક્ષમાં સ્થિરદૃષ્ટિવાળા સાધકે, અન્ય ધર્મોમાં કહેલા યોગના લક્ષણની પરીક્ષા કરવી જોઈએ.
આમ, દસમી યોગલક્ષણબત્રીશી પૂર્ણ થઈ. હવે આગામી લેખથી અગ્યારમી પાતંજલયોગલક્ષણ નામની બત્રીશીની વિચારણા કરીશું.
નિદ્રા અલ્પ... આહાર અલ્પ. અને છતાં ઉચ્ચ સંયમ સાધનામાં અપ્રમત્તપણે દિવસભર નિરત રહેનાર હે મહાયોગી ગુરુદેવ! આપશ્રીએ હાંસલ કરેલ અઢળક સિદ્ધિઓને દુનિયાભરના ખિતાબો અને એવોર્ડે પણ મૂલવી શકે એમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org