________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૧
૫૮૭ હોવાથી... (ભાવનો આગળ પણ અન્વયે ચાલવાથી) એનો લાભ જીવને મળે જ છે. ને વળી અનુકૂળ સંયોગો સર્જાતા એ ભાવ, અનુકૂળ ક્રિયાને પાછી પેદા પણ કરે જ છે. યોગબિંદુમાં પણ આ વાત કહેલી જ છે.
વળી ભાવ-ક્રિયાને બીજી ઉપમા દ્વારા સમજાવવા હોય તો, ક્રિયા ભૂમિ ખોદવા સમાન છે ને ભાવ શિરા સમાન છે. અમુક જમીનમાં નીચે પાણીની પાતાલ સેરો વહેતી હોય છે. ઉપર એ જ ભાગ પર કૂવો ખોદવામાં આવે તો સહજ રીતે પાણીની પ્રાપ્તિ થઈ જાય છે, ને આ પ્રાપ્તિ ચાલુ જ રહે છે. એમ જો શિરોદકતુલ્ય ભાવ વિદ્યમાન હોય તો, કૂવો ખોદવારૂપ ક્રિયા ભાવપૂર્વકની થવાથી એનાથી ભાવવૃદ્ધિ ચોક્કસ થાય જ છે, કારણ કે જળવૃદ્ધિમાં જેમ કૂપખનન એ કારણ છે એમ ભાવવૃદ્ધિમાં ક્રિયા એ કારણ છે.
શંકા - ભાવનું ઉપાદાનકારણ ભાવ જ બની શકે. તો ભાવવૃદ્ધિમાં તમે ક્રિયાને કેમ કારણ કહો છો ?
સમાધાન - તમારી વાત સાચી છે. છતાં વિવક્ષિત શુભભાવ અને એને અનુરૂપ અન્ય પણ વિવિધ શુભભાવો... આ બધાને ક્રિયા ભેગા કરી આપે છે. જેમકે પ્રભુપૂજાની ક્રિયા.... દિલમાં પ્રભુભક્તિનો ભાવ તો છે જ. પણ જો ક્રિયા (પ્રભુપૂજા) કરવાની હોય તો સ્નાનાદિમાં જયણા, પૂજામાં ક્રમજાળવણી, વિધિપાલન, આશાતનાપરિહાર... વગેરે પણ ભાવો સંકળાયેલા બને છે. જો પૂજા કરવાની જ ન હોય તો ભક્તિના ભાવમાં આ બધા ભાવો શી રીતે ભળી શકે ? ને આ બધા ભાવો ન ભળે તો ભક્તિભાવ પણ વધારે પુષ્ટ શી રીતે બને ? એટલે ક્રિયાથી ભાવવૃદ્ધિ થાય છે, ક્રિયા ન હોય તો થતી નથી. આમ અન્વય-વ્યતિરેક મળતા હોવાથી ક્રિયાને ભાવવૃદ્ધિનું કારણ કહી છે.
ભાવની મહત્તા સ્થાપવા માટે હજુ એક નવી ઉપમા દર્શાવે છે - આત્માને વળગેલા રાગાદિદોષારૂપ ક્લેશોનો ક્ષય શુભભાવથી પણ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org