________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૧
૫૮૫
અચ૨માવર્તમાં પ્રકૃતિનો પુરુષપ૨ અધિકાર અક્ષત જ હોય છે. એટલે જેમ ક્ષેત્રરોગ થયેલો હોય ત્યારે રોગીને પથ્યઆહારની ઇચ્છા પણ થતી નથી, એમ અચરમાવર્તમાં યોગમાર્ગના નિયમા જિજ્ઞાસા પણ જાગતી નથી. ક્ષેત્ર એટલે આધાર... નવા-નવા અનેક રોગોના આધાર જેવો જે કોઢ વગેરે રોગ હોય એ ક્ષેત્રરોગ કહેવાય છે. જ્યારે એનું જોર હોય છે ત્યારે દર્દીને વૈદ્ય દ્વારા ઉપદિષ્ટ પથ્ય આહાર લેવાની ઇચ્છા પણ થતી નથી. પણ અપથ્ય જ ખાયા કરવાની ઇચ્છા જાગે છે ને તેથી નવા નવા રોગો પેદા થયા જ કરે છે. એમ અચ૨માવર્તકાળમાં જીવને પણ પથ્યાપથ્યનો વિપર્યાસ થાય છે. એ પથ્યને અપથ્ય સમજી ટાળતો રહે છે ને અપક્ષને પથ્ય સમજી સેવતો રહે છે. બાકી યોગમાર્ગની જિજ્ઞાસા માત્ર પણ જો જાગે તો પ્રકૃતિ દ્વારા થયેલો જીવનો પરાભવ કંઈક પણ માત્રામાં અવશ્ય ઘટે જ છે. જેનું પાપ અંશમાત્ર પણ ઓછું થયું નથી એને નિર્મળભાવ સંભવતો જ નથી.
આશય એ છે કે અચરમાવર્તમાં જીવ પુદ્ગલાનંદી હોય છે... એટલે કે આનંદ તો પુદ્ગલમાંથી જ મળે... રૂપ-૨સ-ગંધ-સ્પર્શ-શબ્દ વગેરે ભોગવવાના ન હોય એવો પુદ્ગલાતીત આનંદ સંભવતો જ નથી. ‘આનંદ અને પુદ્ગલાતીત !' આ વાત તો આકાશકુસુમ જેવી માત્રવ્યર્થ કલ્પનારૂપ છે. આવી બધી માન્યતા એના આત્મામાં અતિ અતિ ગાઢ રીતે જડબેસલાક હોય છે. આ જ એનો તીવ્રભવાભિવંગ પણ કહેવાય છે. જ્યારે મોક્ષ એટલે પુદ્ગલાતીત (આત્મિક) આનંદનો અફાટ સમુદ્ર... અને યોગ એટલે આ મોક્ષે પહોંચાડનાર માર્ગ. ભવાભિનંદી મોક્ષને જ હમ્બગ માનતો હોવાથી એના માર્ગની એને જિજ્ઞાસા સંભવે જ શી રીતે ? શાસ્ત્રોમાં જેનું વર્ણન મળે છે એવો મોક્ષ શું ખરેખર હશે ? અને એ જો હોય તો તો સંસાર શું જીવની કદર્થના રૂપ હશે ?' આવી ઊંડી ઊંડી પણ શંકા અચરમાવર્તમાં જીવને પડતી નથી. અને પુરુષ ૫૨ પ્રવર્તતા પ્રકૃતિના એકાધિકાર પર (આપણી ભાષામાં તીવ્રભવાભિધ્વંગ પર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org