________________
૫૮૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ સ્વતંત્રદ્રવ્યરૂપે ન માનતા જીવ-પુદ્ગલના પર્યાય તરીકે જ સ્વીકારે છે તેઓના મતે ચરમાવર્ત એ જીવનો જ એક ચોક્કસ પરિણામ છે જે જીવના જ અન્યચોક્કસપરિણામરૂપ યોગનું કારણ હોવાથી, એના ઉપાદાનકારણ તરીકે અબાધિત રહે છે. ને તેથી ઘીના ઉપાદાનકારણરૂપ નવનીતાદિને તુલ્ય એને કહેવામાં કોઈ અસંગતિ રહેતી નથી.
નવનીતાદિને તુલ્ય આ ચરમાવર્તમાં જ ભવાભિળંગનો અભાવ થયો હોવાથી નિર્મળભાવ જાગ્રત થાય છે. ગોપેન્દ્ર નામના અન્યદર્શનના યોગાચાર્ય આ જ વાતને અન્ય રીતે કહી છે. પ્રકૃતિનો અધિકાર જો સર્વથા અનિવૃત્ત જ હોય તો ખરેખર પુરુષને આ તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ જાગતી નથી.
અહીં આવો આશય છે – પુરુષ = આત્મા. પ્રકૃતિ = કર્મ. આ પ્રકૃતિની બે પ્રકારે શક્તિ હોય છે. અનુલોમશક્તિ = પ્રકૃતિનું પ્રવર્તન એટલે કે પુરુષનો અભિભવ કરવાની પ્રવૃત્તિ. પુરુષને “હું કર્તા છું' “ ભોક્તા છું' આવો બધો ભ્રમ થવો એ એનો અભિભવ છે. આવા અભિભવ કરવાના પોતાના અધિકારને પ્રકૃતિ પ્રવર્તાવ્યા કરે એ એની અનુલોમશક્તિ છે. પોતાના આ અધિકારને પાછો ઊઠાવી લેવાની પ્રકૃતિની શક્તિ એ પ્રતિલોમશક્તિ છે. પ્રકૃતિના અધિકારની આ નિવૃત્તિને આપણી પરિભાષા મુજબ કહેવી હોય તો અપુનર્બન્ધક દશાની પ્રાપ્તિરૂપે કહી શકાય. પ્રતિલોમશક્તિથી પ્રકૃતિનો અધિકાર જ્યાં સુધી નિવૃત્ત થયો નથી. એટલે કે જીવ હજુ પ્રકૃતિના અધિકાર હેઠળ જ છે, ત્યાં સુધી જીવને યોગમાર્ગની જિજ્ઞાસા પણ જાગતી નથી, તો પ્રવૃત્તિની તો વાત જ શી ? આપણી પરિભાષામાં કહેવું હોય તો, મોહનીયકર્મ પ્રકૃતિનો જીવ પર, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરાવવારૂપ અધિકાર જ્યાં સુધી નિવૃત્ત થતો નથી, એટલે કે અપુનબંધકદશા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી જીવને યોગમાર્ગની વાસ્તવિક જિજ્ઞાસા પણ પેદા થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org