Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 155
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અંશમાત્ર પણ ઘા પડ્યા વગર આવી શંકા ઊઠી શકતી જ નથી. એટલે, જો આવો મોક્ષ હોય તો એના માર્ગરૂપ યોગ શું હશે ?’ વગેરે જિજ્ઞાસા જાગે તો પ્રકૃતિનો કંઈક પણ અધિકાર નિવૃત્ત થયો જ હોય છે, તીવ્રભવાભિધ્વંગ ખસ્યો જ હોય છે... ભવાભિનંદિતા ટકી હોતી નથી જ. આ પણ એક આત્મહિતકર નિર્મળ ભાવ છે. એટલે ગોપેન્દ્રની આ વાત યુક્તિસંગત છે. છતાં, ‘આત્માને અપરિણામી = એકાન્ત નિત્ય માનવામાં, પુરુષનો પ્રકૃતિ દ્વારા અભિભવ... પછી એ અભિભવની નિવૃત્તિ વગેરે વાતો સંગત ઠરી શકતી નથી. એ વાત આગળ ઉપર જોઈશું. ૫૮૬ આ બધી વાતો પરથી જણાય છે કે આંતરિકપરિણામાત્મક ભાવ જ મોક્ષપ્રત્યે મુખ્ય કારણ છે. અચરમાવર્તમાં આ ‘ભાવ’ ન હોવાથી, ક્રિયા યોગરૂપ બનતી નથી. પણ ચરમાવર્તમાં તો આ ભાવ હોય છે. ને એટલે આ ભાવનો યોગ થવાથી જ ક્રિયા પણ મોક્ષનું મુખ્ય કારણ બને છે. તાંબુ સિદ્ધરસનો યોગ થવાથી જેમ સોનું બની જાય છે એમ ક્રિયા પણ ભાવનો અનુવેધ થવાથી સમ્યક્ થાય છે = મોક્ષસંપાદક શક્તિશાળી બને છે. એટલે કે પ્રણિધાનાદિ આશયરૂપ ભાવ ભળવાથી ક્રિયા ‘યોગ’રૂપ બને છે. એટલે જ ભાવસાત્મ્ય જો સંપન્ન થઈ ગયું છે તો ક્રિયાનો ભંગ થવા છતાં ભાવની પરંપરા અક્ષત રહે છે. આવી ક્રિયાને બૌદ્ધો પણ સુવર્ણઘટ તુલ્ય કહે છે. આશય એ છે કે માટીનો ઘડો ભાંગી જાય તો પછી ઠીકરાનું કશું મૂલ્ય ઉપજતું નથી. પણ સુવર્ણઘટ જો ભાંગી જાય તો મજુરી ભલે જાય... સોનાની તો પૂરેપૂરી કિંમત ઉપજે જ છે. એમ, ભાવશૂન્ય ક્રિયા માટીના ઘડા જેવી છે. ક્રિયાનાશે કશું બચતું નથી... પણ જે ક્રિયા ભાવથી વણાયેલી હોય છે, એ ક્રિયાનો ભવાંતરપ્રાપ્તિ કે વિષમકર્મોદયવશાત્ ક્યારેક નાશ થઈ જાય તો પણ ભાવ અક્ષત રહ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162