________________
૫૮૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
ઝીલે છે... એમ અચરમાવર્તવર્તી જીવ પણ નવમા રૈવેયકમાયોગ્ય પુણ્યબંધ વગેરે અસર ઝીલે જ છે. પછી સહકારીકરણની અયોગ્યતા શી રીતે કહેવાય ?
ઉત્તર : જે કાર્યની (ફળની) વાત ચાલી રહી હોય એ ફળને અનુકૂળ અતિશય અહીં સમજવો જોઈએ. એ પરિપ્રેક્ષ્યમાં કોરડું મગ તો ક્યારેય સીઝવાનું ન હોવાથી સ્વરૂપ અયોગ્ય જ છે. એ જ રીતે અભવ્યજીવ ક્યારેય યોગમાર્ગરૂપે પરિણમવાનો ન હોવાથી સ્વરૂપઅયોગ્ય છે. જાતિભવ્યજીવ ક્યારેય પંચેન્દ્રિયપણું વગેરે પામવાનો ન હોવાથી, સ્વરૂપયોગ્ય હોવા છતાં, સહકારીકરણની અપ્રાપ્તિરૂપ અયોગ્યતા ધરાવે છે. અચરમાવર્તવર્તી ભવ્યજીવને સહકારીકારણોની પ્રાપ્તિ થાય છે, એનાથી પુણ્યબંધ વગેરે પણ થાય છે, પણ યોગમાર્ગને અનુકૂળ અતિશય એમાં પેદા થતો નથી. માટે સહકારીકરણની અયોગ્યતા કહેવાય છે. એમ તૃણાદિમાં ઘી બનવાને અનુકૂળ અતિશયનું આધાન થતું ન હોવાથી ઘીના સહકારીકારણની અયોગ્યતા કહેવાય છે.
પ્રશ્ન : ચરમાવર્તવર્તી ભવ્યજીવમાં સહકારીકારણો દ્વારા જે અતિશયનું આધાન થાય છે એ અતિશય કિંસ્વરૂપ છે ?
ઉત્તર : ગ્રન્થકારે અચરમાવર્તિમાં પ્રણિધાનવગેરેના અભાવને જણાવ્યો છે. એટલે આ પ્રણિધાનાદિ આશયોને એ અતિશયરૂપે સમજવા જોઈએ એમ લાગે છે.
પ્રશ્નઃ અચરમાવર્તમાં પ્રણિધાનાદિઆશયરૂપ અતિશયનું આધાન થઈ શકતું નથી, તો એમાં પ્રતિબંધક કોણ છે ?
ઉત્તર : તીવ્રભવાભિળંગ એ જ પ્રતિબંધક છે. અચરમાવર્તમાં જીવ કોઈ પણ અનુષ્ઠાન કરે, તીવ્રભવાભિવંગના પ્રભાવે એમાં વ્યક્ત કે અવ્યક્તરૂપે ભૌતિક-આશંસા વળગી જ પડે છે તેથી પ્રણિધાનઆશય જ સંભવતો નથી, પછી આગળની તો વાત જ ક્યાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org